Deepika Padukone એ પુત્રને આપ્યો જન્મ, રણવીરે બાળક સાથે લીધો ફોટો
Deepika Padukone : બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ છેલ્લા ઘણા મહિનાઓથી પોતાની પ્રેગ્નન્સીનો આનંદ માણી રહી છે. Deepika Padukone થોડા મહિના પહેલા બેબી બમ્પ સાથે કેમેરામાં કેદ થઈ હતી.
પ્રેગ્નન્સીના સમાચારથી ચાહકો ખુબ જ ખુશ છે. રિપોર્ટ્સ અનુસાર, દીપિકા સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે, પરંતુ હવે એક મહિના પહેલા જ એક્ટ્રેસ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
વાસ્તવમાં દીપિકાએ એક પુત્રને જન્મ આપ્યો છે એવી અફવા ફેલાઈ હતી. હોસ્પિટલમાંથી અભિનેત્રીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકો ખુશ થઈને શુભકામનાઓ પાઠવવા લાગ્યા હતા.
જોકે, તમને જણાવી દઈએ કે આ દાવો તદ્દન ખોટો છે. દીપિકા અને રણવીર સિંહનો વાયરલ થયેલો ફોટો નકલી છે. આ તસવીરમાં રણવીર સફેદ રંગની ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે જ્યારે દીપિકા હોસ્પિટલના કપડામાં જોવા મળી રહી છે.
આ ફોટો મોર્ફ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં, દીપિકા પાદુકોણ અત્યારે પણ પોતાની પ્રેગ્નન્સી ફેઝ એન્જોય કરી રહી છે. નકલી હોવા છતાં દીપિકાની આ તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
શુક્રવાર, 2 ઓગસ્ટના રોજ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો કે દીપિકાએ પુત્રને જન્મ આપ્યો છે.
ફોટોમાં દીપિકા હોસ્પિટલના બેડ પર જોવા મળી રહી છે, જ્યારે રણવીર બાળકને હાથમાં પકડીને તેના ચહેરા પર કેમેરા તરફ બતાવે છે.
ફેક્ટ ચેકમાં સામે આવ્યું કે આ ફોટો મોર્ફ કરવામાં આવ્યો છે. દીપિકા પાદુકોણની ડિલિવરી સપ્ટેમ્બરમાં થવાની છે અને તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ફોટો નકલી છે.
દીપિકા ઘણીવાર જાહેરમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી છે. ‘કલ્કી 2898 એડી’ના પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન પણ તેણે બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું હતું.
દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી દરમિયાન તેની આગામી ફિલ્મ ‘સિંઘમ અગેન’નું શૂટિંગ કરતી જોવા મળી હતી. રોહિત શેટ્ટીની ફિલ્મના સેટ પરથી પોલીસ યુનિફોર્મ અને ચશ્મા પહેરેલી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
અને લોકોએ તેના કામ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી હતી. જોકે, કેટલાક લોકોએ તેના બેબી બમ્પને નકલી ગણાવ્યો હતો અને તેની ટીકા કરી હતી.