Deepika Padukone એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરના જન્મદિવસ પર આપશે બાળકને જન્મ
Deepika Padukone : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના સૌથી લોકપ્રિય પાવર કપલ્સમાંથી એક છે. 2018માં ઈટાલીના લેક કોમામાં તેમના શાહી લગ્ન થયા હતા. હવે આ કપલ માટે એક નવો અવસર આવવા જઈ રહ્યો છે.
કારણ કે દીપિકા અને રણવીર તેમના પહેલા બાળકના માતા-પિતા બનવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરી 2024માં, આ કપલે જાહેરાત કરી હતી કે તેઓ જલદી જ માતા-પિતા બનશે. હવે, દીપિકા પાદુકોણની ડિલિવરીની સંભવિત તારીખ અને હોસ્પિટલની વિગતો સામે આવી છે.
અહેવાલો અનુસાર, Deepika Padukone ની ડિલિવરી સપ્ટેમ્બર 2024ના અંતમાં, 28મી તારીખે સાઉથ બોમ્બેની એક જાણીતી હોસ્પિટલમાં થઈ શકે છે. હાલમાં, દીપિકા કામથી બ્રેક લઈ રહી છે અને મોમ ટુ બી બનવાની આ નવી સફરનો આનંદ માણી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, “દીપિકા અને રણવીર તેમના જીવનના આ નવા અધ્યાયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેઓ તેમના આવતા બાળક માટે સ્પેશિયલ જગ્યા તૈયાર કરવામાં વ્યસ્ત છે. જો બધું યોજના મુજબ જતું રહેશે, તો 28 સપ્ટેમ્બર, 2024ના રોજ દીપિકા સાઉથ બોમ્બેની હોસ્પિટલમાં બાળકને જન્મ આપશે.”
દીપિકા પાદુકોણ નો કામ પર કમબેક ક્યારે થશે તે અંગેના સવાલના જવાબમાં, સૂત્રએ જણાવ્યું કે, “દીપિકા તેના બાળકની સંભાળ માટે થોડા મહિનાઓ સુધી બ્રેક લેશે અને માર્ચ 2025માં ફરી કામ પર પાછા ફરશે. તે પછી, તે તરત જ અમિતાભ બચ્ચન, કમલ હાસન અને પ્રભાસ સાથે ‘કલ્કી’ની સિક્વલના શૂટિંગમાં જોડાઈ જશે.”
કપલના નજદીકી સૂત્રોના જણાવ્યા મુજબ, દીપિકા અને રણવીર તેમના નવા 110 કરોડ રૂપિયાનાં ઘરમાં શિફ્ટ થઈ શકે છે, જે શાહરૂખ ખાનના મન્નતના નજીક છે. રણવીરે આ નવું સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, અને ઘણી શક્યતા છે કે તેઓ તેમના નવા સભ્યના આગમન પછી ત્યાં રહેવા જશે.