સલામ છે આ દાદાની દાતારીને…! પોતે ગરીબ હોવા છતાં નિસ્વાર્થ ભાવે આજે રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે સાથે હજારો લોકોને નવું જીવનદાન આપી ચુક્યા છે.
આજના જમાના પણ એવા લોકો હોય છે કે જેમની સમાજ સેવા જોઈને આપણને પણ થયા કે આજે પણ લોકોમાં માનવતા જીવિત છે. આજે અમે તમને એક એવા જ વૃદ્ધ દાદા વિષે જણાવીશું કે જે નિશ્વાસર્થ ભાવે આજ સુધી હજારો લોકોની જીવ બચાવી ચુક્યા છે.
આ દાદાનું નામ હરજીન્દર સિંહ છે. તે દિલ્હીના રહેવાસી છે અને દિલ્હીમાં રીક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.એ પોતાની રીક્ષાએ એમ્બ્યુલન્સ તરીકે પણ ઉપયોગમાં લે છે. તેમને જેવી જાણ થયા કે આ જગ્યાએ કોઈ બિમાતા વ્યક્તિ પડ્યો છે.
અથવા આ જગ્યાએ કોઈ ઘાયલ વ્યક્તિ પડ્યો છે. તે તરત જ પોતાનું કામ છોડીને તે વ્યક્તિની મદદ કરવા માટે પહોંચી જાય છે. તેમની ઉંમર આજે ૭૭ વર્ષ છે.૭૭ વર્ષની ઉંમરમાં તે આજ સુધી હજારો લોકોનો જીવ બચાવી ચુક્યા છે.
તેમને જેવો કોઈ ઘાયલ વ્યકતિ દેખાય કે તરત જ તે તેને પોતાની રીક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં પહોંચાડી આવે છે. આજના જમાના આવા લોકો બહુ ઓછા જોવા મળે છે. જે પોતાનું કામ છોડીને બીજાની મદદ કરે. આ દાદા આજ સુધી હજારો લોકોની આવી રીતે મદદ કરીએ તેમનો જીવ બચાવી ચુક્યો છે.
દાદા જે દર્દીઓ હોય છે. તેમની પાસેથી એક રૂપિયો પણ નથી લેતા તે ફ્રીમાં રીક્ષા ચલાવે છે. તેમના કામની લોકો ખુબજ પ્રશંશા પણ કરે છે. તેમને ઘણા લોકોનો જીવ બચાવીને તેમને નવું જીવનદાન આપ્યું છે. ખરેખર આ દાદાની સેવાને સલામ છે. છેલ્લા ૪૦ વર્ષથી તે આ કામ કરી રહ્યા છે.