Ambani family માં આટલો મોટો અનન્યાય, નાની વહુ આવતા મોટીની વેલ્યુ ઘટી..
Ambani family : દેશ જ નહીં, એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિઓમાં જેમની ગણના થાય છે, તેવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મુંબઈ ખાતે આવેલા તેમના ઘેર એન્ટિલિયામાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.
આ વખતનો ગણેશોત્સવ વિશેષ હતો, કારણ કે આ વખતે તેમની પરિવારમાં નવી વહુ રાધિકા મર્ચન્ટનો આ પહેલો ગણેશોત્સવ હતો.
ઉજવણીમાં અંબાણી પરિવાર ની મોટી વહુ, શ્લોકા મહેતાની ચમક કદાચ ઝાંખી પડી ગઈ, કારણ કે રાધિકાએ પોતાના ગજબના ફેશન સેન્સથી લાઈમલાઇટ ચોરી લીધી હતી.
બંને વહુઓના લૂક ચર્ચાનો વિષય બન્યા હતા, અને અંબાણી પરિવારની આ ઉજવણીમાં, રાધિકાના રોયલ લૂક સામે શ્લોકાના સાદા લૂક ડીમ લાગ્યા હતા.
શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટના લૂક
ગણેશોત્સવ દરમિયાન શ્લોકા મહેતા ગોલ્ડન કલરના શરારા સાથે કુર્તામાં દેખાઈ, જે પર ગોલ્ડન વર્ક હતું. આ લૂક સાથે તેણે ઇયરિંગ્સ અને ડાયમંડના કડાં પહેર્યા હતા. ખૂલેલા વાળ અને નેચરલ મેકઅપમાં શ્લોકાનો લૂક એકદમ સાદો અને સૌમ્ય લાગતો હતો.
બીજી બાજુ, રાધિકા મર્ચન્ટ પિંક રંગના વૈભવી કુર્તા અને શરારા સેટમાં જોવા મળી હતી, જે પર ગોલ્ડન વર્ક હતું. તેણે કુંદનનો જડાઉ હાર, ઇયરિંગ્સ અને કડાં પહેરીને પોતાના લૂકને વધુ શાહી બનાવ્યો હતો.
શ્લોકા અને રાધિકાના બીજા લૂકની વાત
બીજા પ્રસંગમાં શ્લોકા પીળા રંગની સિલ્ક સાડીમાં એકદમ સાદી અને શાંતિપૂર્ણ લાગી રહી હતી, જ્યારે રાધિકાએ કલરફુલ સાડી સાથે ઝગમગતી જ્વેલરી પહેરીને રોયલ લૂક ધરાવ્યો હતો.
ગણેશ ઉત્સવના બંને પ્રસંગોમાં, દેરાણી રાધિકા મર્ચન્ટે પોતાના શાહી લૂકથી જેઠાણી શ્લોકા મહેતાના સોફ્ટ અને સિમ્પલ લૂકને પાછળ છોડી દીધા, એવું કહેવું બિલકુલ યોગ્ય હશે.
વધુ વાંચો: