Aishwarya Rai અને અભિષેક બાદ હવે બોલીવુડના આ ફેમસ કપલમાં અણબનાવ?
Aishwarya Rai : Aishwarya Rai અને અભિષેક બચ્ચનના સંબંધોમાં તણાવ હોવાના અહેવાલો ઘણી વખત સમાચારમા જોવા મળ્યા છે. આ વચ્ચે હવે કપૂર પરિવારના કપલના સંબંધો પણ ચર્ચામાં છે.
બોલીવુડ એક્ટર રણબીર કપૂરે તેની માતા સાથે ગણપતિ વિસર્જન કર્યા બાદ બાપ્પાની ભક્તિમાં તરબોળ જોવા મળ્યો હતો, પણ આ વિસર્જન સમયે તેની પત્ની આલિયા ભટ્ટ સાથે જોવા મળી નહોતી. આ ઘટનાને પગલે લોકો હવે રણબીર કપૂરને પૂછવા લાગ્યા છે કે આલિયા ક્યાં છે અને તે વિસર્જનમાં કેમ હાજર નહોતી?
થોડા સમય પહેલા રણબીરે ખુલાસો કર્યો હતો કે તે ખૂબ જ ધાર્મિક છે, અને તે ગણપતિ વિસર્જન દરમિયાન પણ તે જ રીતે બાપ્પાની આરાધનામાં મગ્ન જોવા મળ્યો.
રણબીર કપૂરના આ વિસર્જનની વિડિયો ક્લિપ્સ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં રણબીર કપૂર સફેદ રંગના ફ્લોરલ પ્રિન્ટેડ કુર્તા પાયજામામાં બાપ્પાની આરતી કરી રહ્યો છે.
અને તેની માતા નીતુ કપૂર પણ તેની સાથે પૂજા કરી રહી છે. રણબીર બાપ્પાની મૂર્તિ વિસર્જન માટે લઈ જાય છે અને નીતુ કપૂર કલશ સાથે તેમની પાછળ ચાલી રહ્યા છે.
આલિયા અને પુત્રી જોવા મળ્યા ન હતા
જ્યારે ગણપતિ વિસર્જન થાય છે ત્યારે પણ આ ખાસ અવસર પર આલિયા ભટ્ટ અને તેમના દીકરી રાહા હાજર નહોતા. આલિયાની ગેરહાજરીએ લોકોના મનમાં અનેક સવાલો ઉભા કર્યા છે.
View this post on Instagram
લોકો વિચારવામાં લાગ્યા છે કે આલિયા અને રણબીર વચ્ચે કંઈક તણાવ છે કે શું, કે આલિયા તેની દીકરી સાથે કોઈ ખાસ કારણસર ત્યાં હાજર નહોતી?
લોકોના સવાલો અને અટકળો
રણબીરના વિસર્જનના વીડિયોની નીચે ઘણા યૂઝર્સે કોમેન્ટ્સ કરી હતી. એક યુઝરે લખ્યું, “પત્ની ક્યાં છે? આલિયા વિના વિસર્જન કરી રહ્યા છે, બહુ દુ:ખ થયું…”
એક અન્ય વ્યક્તિએ કહ્યું, “આલિયા ક્યારેય કોઈ વિધિમાં ભાગ લેતી નથી.” આલિયાની ગેરહાજરીને કારણે હવે કપૂર પરિવારના સંબંધો અંગે લોકોના મનમાં સવાલો અને અટકળો ઉઠી રહી છે.
આ વિશે હવે કપૂર પરિવાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું, અને આલિયા-રણબીરના સંબંધો વિશે લોકો અલગ-અલગ કયા કારણો હોઈ શકે તે વિશે ચર્ચા કરી રહ્યા છે.
વધુ વાંચો: