માં ખોડિયારના આશીર્વાદથી લઈ રવિવારે આ એક કામ કરો, ધનવાન બની જશો, ઘરમાં વાહનોની લાઈન લાગશે
હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈના કોઈ દેવને સમર્પિત હોય છે. રવિવારનો દિવસ સૂર્ય દેવની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે. જ્યોતિષમાં સૂર્ય દેવને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. સૂર્ય દેવની કૃપાથી વ્યક્તિ જીવનમાં ખૂબ પ્રગતિ કરે છે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિ હંમેશા નિરોગી રહે છે. કુંડળીમાં જો સૂર્ય મજબૂત હોય તો જીવનમાં સુખ, સંપત્તિ અને યશની પ્રાપ્તિ થાય છે. રવિવારના દિવસે અમુક ખાસ ઉપાય કરવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ આ ઉપાયો અંગે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુંડળીમાં સૂર્ય ગ્રહ અશુભ અવસ્થામાં હોય અથવા નબળો હોય તો વ્યક્તિને રવિવારના દિવસે માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવવી જોઈએ. આવુ કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે. સૂર્ય કૃપાથી વ્યક્તિના જીવનમાં આવી રહેલી તમામ પરેશાનીઓ દૂર થાય છે. રવિવારના દિવસે ઉગતા સૂર્યને જળ ચઢાવવુ ખૂબ શુભ હોય છે. સૂર્ય દેવને જળ અર્પણ કર્યા બાદ માતા લક્ષ્મીનુ પૂજન પણ કરવુ જોઈએ.
આમ કરવાથી સૂર્ય દેવની સાથે-સાથે માતા લક્ષ્મીનો પણ આશીર્વાદ મળે છે અને ઘરમાં ધન-સંપત્તિની ક્યારેય કમી થતી નથી. જો તમે દરરોજ સૂર્યદેવની ઉપાસના કરતા નથી તો કમ સે કમ રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા અવશ્ય કરો. રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.
નોકરી અને વેપારમાં પ્રગતિ કરવા માંગો છો તો રવિવારના દિવસે વહેતા પાણીમાં ગોળ અને ચોખાનુ મિશ્રણ કરીને જળમાં પ્રવાહિત કરી દેવુ જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવ ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. આ સાથેજ રવિવારે સૂર્યના આ મંત્રનું ॐ घृणिं सूर्य्य: आदित्य: જાપ કરવાથી સુર્દેવની કૃપા તમારા પર વરસશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)