google-site-verification: googlec8654436f05b508b.html

શું તમે જાણો છો કે, ગંગાજળ કેમ ખરાબ થતું નથી??, આ છે તેની પાછળ નું મોટું કારણ…

શું તમે જાણો છો કે, ગંગાજળ કેમ ખરાબ થતું નથી??, આ છે તેની પાછળ નું મોટું કારણ…

લગભગ દરેક હિન્દુ પરિવારમાં પાણીનો એક કળશ અથવા બીજું કોઈ વાસણ હોય છે, જેમાં ગંગાજળ રાખવામાં આવેલ હોય છે. કોઈ પુજા માટે, ચરણામૃત માં ઉમેરવા માટે, મૃત્યુ નજીક હોવા પર બે ટીપા મોઢામાં રાખવા માટે જેનાથી આત્મા સીધી સ્વર્ગમાં જાય. ભારતમાં ગંગાજળ અને પવિત્ર માનવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે તેનું પાણી ક્યારે ખરાબ થતું નથી.

પૌરાણિક કથાઓમાં વેદ, પુરાણ, રામાયણ અને મહાભારત બધા ધાર્મિક ગ્રંથોમાં ગંગાની મહિમાનું વર્ણન છે. ઘણા સાહિત્યકાર જણાવે છે કે સમ્રાટ અકબર પોતે પણ ગંગાજળનું સેવન કરતા હતા અને મહેમાનોને પણ ગંગાજળ આપતા હતા. હવે સવાલ એવો છે કે ગંગાજળ આખરે ખરાબ શા માટે નથી થતું?

ગંગા નદીનું નામ આવતાંની સાથે જ સવાલ દિમાગ માં ઉભો થાય છે, પરંતુ હવે તેનો જવાબ પણ મળી ગયો છે. હકીકતમાં હિમાલય માંથી નીકળેલી ગંગાનું પાણી એટલા માટે ખરાબ નથી થતું કારણ કે તેમાં ગંધક અને ખનિજની માત્ર સૌથી વધારે મળી આવે છે. રાષ્ટ્રીય જળ વિજ્ઞાન સંસ્થાન નિર્દેશક ડોક્ટરે જણાવ્યું હતું કે હરિદ્વારમાં ગોમુખ ગંગોત્રી માંથી આવી રહેલ ગંગાના પાણીની ગુણવત્તા પર એટલા માટે કોઈ દુષ્પ્રભાવ પડતો નથી કારણ કે તે હિમાલય પર્વત પર ઉગી નીકળેલ અનેક જીવનદાયિની ઉપયોગી જડીબુટ્ટીઓ ઉપરથી સ્પર્શ કરીને અહીંયા આવે છે.

અન્ય કારણ પણ છે

વરિષ્ઠ વૈજ્ઞાનિકો જણાવે છે કે ગંગાજળ ખરાબ ન થવા પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ પણ છે. એક કારણ એવું પણ છે કે ગંગાજળમાં બૈટ્રીયા ફોસ નામનો એક બેક્ટેરિયા મળી આવે છે, જે પાણીની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થી ઉત્પન્ન થતાં અવાંછનીય પદાર્થોને ખાતો રહે છે. તેનાથી પાણીની શુધ્ધતા જળવાઈ રહે છે. બીજું કારણ એવું છે કે ગંગાના પાણીમાં ગંધક ની પ્રચુર માત્રા છે, તેનાથી આ પાણી ખરાબ થતું નથી.

જાતે જ સાફ થતી રહે છે ગંગા

લાંબા સમયથી ગંગા નદી પર શોધ કરવા વાળા આઇઆઇટી રૂડકી માં પર્યાવરણ વિજ્ઞાનનાં પ્રોફેસર દેવેન્દ્ર સ્વરૂપ ભાર્ગવ નું કહેવું છે કે ગંગા ને ચોખ્ખી રાખવા વાળું તત્વ ગંગાની તળેટીમાં જ બધી જગ્યાએ રહેલું છે. તેમનું કહેવું છે કે ગંગોત્રીથી આવતું મોટાભાગનું પાણી હરિદ્વાર થી નહેરોમાં ઉમેરી દેવામાં આવે છે. નરોડા બાદ ગંગામાં મુખ્યત્વે ભુગર્ભ રિચાર્જ થયેલ અને બીજી નદીઓમાંથી પાણી આવે છે. તેમ છતાં પણ બનારસ સુધી ગંગાનું પાણી સડતું નથી. તેનો મતલબ છે કે નદી ની તળેટીમાં જ ગંગા ને ચોખ્ખી રાખનાર વિલક્ષણ તત્વો રહેલા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *