ચંકી પાંડેના કારણે Ekta Kapoor હજુ પણ કુંવારી છે, કહ્યું- હું તેની સાથે લગ્ન કરવા..
Ekta Kapoor : એકતા કપૂર હંમેશા પોતાની ટીવી સિરિયલ્સને લઈને ચર્ચામાં રહે છે. આ શોમાં તેમને હકારાત્મક અને નકારાત્મક બંને પ્રતિક્રિયાઓ મળે છે. પરંતુ આ વખતે તે કોઈ ટીવી શો નહીં.
પરંતુ અભિનેતા ચંકી પાંડેને તેમના જન્મદિવસ પર આપી શુભેચ્છાઓને લઈને ચર્ચામાં આવી છે. એકતા કપૂર એ જે રીતે ચંકી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો, તે જાણીને દરેકને આશ્ચર્ય થયું છે, અને લોકો હવે અનુમાન લગાવી રહ્યા છે કે શું આ જ કારણ છે કે એકતાએ આજ સુધી લગ્ન નથી કર્યા.
26 સપ્ટેમ્બરે ચંકી પાંડેનો જન્મદિવસ હતો. આ ખાસ અવસરે, એકતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તે અને ચંકી પાંડે સાથે જોવા મળે છે.
ફોટાની સાથે આકર્ષક કેપ્શનમાં લખ્યું હતું, “વર્ષો પહેલા જ્યારે હું ચંકી પાંડેને પસંદ કરતી હતી, જો તેણે જવાબ આપ્યો હોત, તો આજે હું બોલિવૂડ પત્ની હોત.” આ પોસ્ટ સાથે એકતાએ અનેક ઇમોજી ઉમેર્યા અને ચંકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.
આ પોસ્ટ વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકોના વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા લોકો મજાકમાં કહે છે કે ચંકી દ્વારા કોઈ જવાબ ન મળતા, એકતાનું દિલ તૂટી ગયું હતું, અને તેથી જ તે હજી સુધી કુંવારી છે.
હકીકતમાં, એકતા કપૂરે લગ્ન ન કર્યા હોવા છતાં, તે સરોગસી દ્વારા માતા બની છે. તે પોતાના પુત્ર, રવિને એક સિંગલ માતાની જેમ ઉછેરી રહી છે. એકતા કપૂર અવારનવાર પોતાના પુત્ર સાથેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જે તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે.