કેનાલ ના ઊંડા પાણીમા ડૂબતા યુવાને માતા સામે જ પ્રાણ છોડ્યા, યુવાન હજુ કેનાલ મા …
ગુજરાત માં અવાર નવાર એવા કિસ્સાઓ સાંભળવા મળે છે કે લોકો કોઈ વાર નદી, કુવા કે કેનાલ મા અકસ્માત ની પડે છે અને અવશાન પામે છે. આજે આપણે એવા જ એક કિસ્સા વિષે ચર્ચા કરીશુ. આ કિસ્સા કરછ ના ભચાઉ તાલુકા નો છે. એક યુવાન કેનાલ માં અક્સમાતથી ડૂબી જતા અવસન પામે છે. માતા એ તેના પુત્રને કેનાલ માં ડૂબીને જીવ ગુમાવતા તેની નઝરે જ જોયું પરંતુ કઈ કરી શક્ય નહિ.
વધુ વિગતે જાણવા મળ્યું કે, ભચાઉ તાલુકા ના એસ.આર.પી કોલોની પાસે થી નર્મદા કેનાલ પસાર થાય છે જેમાં એક યુવાન નું ડૂબવાથી મૃત્યુ થયું છે. કરછ ના ભચાઉ તાલુકામાં રવિવારે સવારે 10 વાગે અકરમ નામનો યુવાન પોતાની માતા સાથે નર્મદા કેનાલ માં આવ્યો હતો. આ સમયે તે જાડ પરથી કેનાલ માં નીચે ઉતર્યો હતો.
બાદ માં ઝાડ પર ઉપર ચડતા સમયે તેનો પગ અચાનક લપસી ગયો અને અકરમ કેનાલ ના ઊંડા પાણી માં ગરકાવ થઇ ગયો હતો. માતા ની સામે જ તેનો પુત્ર ઊંડા પાણી માં ચાલ્યો ગયો. અને મોત ને ભેટ્યો હતો. પાણી ના પ્રવાહ ને લીધે તે બચી શક્યો ન હતો. આ ઘટના ની જાણ ફાયર સ્ટાફ ને થતા ફાયર સ્ટાફ ઘટના સ્થળે આવી ને મૃતદેહ બહાર કાઢ્યો હતો.