google-site-verification: googlec8654436f05b508b.html

આ Bollywood stars ખૂબ જ મોંઘી ઘડિયાળોના શોખીન છે, કિંમત જાણીને..

આ Bollywood stars ખૂબ જ મોંઘી ઘડિયાળોના શોખીન છે, કિંમત જાણીને..

Bollywood stars : બોલીવુડ સ્ટાર્સમાં ફેશન અને સ્ટાઇલનું અલગ જ મહત્વ છે. તેઓ માત્ર કપડા, શૂઝ અને એસેસરીઝ પર જ નહિ, પણ મોંઘી ઘડિયાળોમાં પણ ઘણી રુચિ ધરાવે છે.

Bollywood stars મોંઘી અને વિશિષ્ટ ઘડિયાળો પહેરવા માટે જાણીતા છે, જેની કિંમત તમારા ઘરના ખર્ચ કરતાં પણ વધારે હોય શકે છે. આવો જાણીએ એવા કેટલાક સ્ટાર્સ વિશે જે હંમેશા આકર્ષક અને લક્ઝરી ઘડિયાળો પહેરીને ચર્ચામાં રહે છે.

અનુષ્કા શર્મા

લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્માને મોંઘી ઘડિયાળોનો ખૂબ જ શોખ છે. તેની ઘડિયાળની કિંમત અંદાજે 38 લાખ રૂપિયા છે.

ઐશ્વર્યા રાય બચ્ચન

બોલીવુડની સૌંદર્યમૂર્તિ અને બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય ‘લોન્ગીન્સ’ બ્રાન્ડની લક્ઝરી ઘડિયાળનો શોખ ધરાવે છે. તેણે ‘ડોલ્સ વિટા’ કલેક્શનમાંથી ઘડિયાળ ખરીદી છે, જેની કિંમત લગભગ 9 લાખ રૂપિયા છે.

Bollywood stars
Bollywood stars

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન રોયલ અને ક્લાસી પસંદગીઓ માટે જાણીતા છે. તેની મનપસંદ ઘડિયાળની કિંમત લગભગ 72 લાખ રૂપિયા છે.

શાહરૂખ ખાન

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન ‘Patek Philippe Aquanaut 5968A’ ઘડિયાળ પહેરે છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા છે.

પ્રિયંકા ચોપરા જોનસ

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા, જે બોલીવુડ અને હોલીવુડ બંનેમાં લોકપ્રિય છે, તેની પસંદગીની ઘડિયાળ ‘Bvlgari Diva’s Dream’ છે, જેની કિંમત 32 લાખ રૂપિયા છે.

Bollywood stars
Bollywood stars

સામંથા રૂથ પ્રભુ

સાઉથની લોકપ્રિય અભિનેત્રી અને બોલીવુડમાં પ્રવેશ કરનાર સામંથા રૂથ પ્રભુ પાસે આશરે 6 લાખ રૂપિયાની લક્ઝરી ઘડિયાળ છે.

રણવીર સિંહ

અનોખી ફેશન સેન્સ માટે જાણીતા રણવીર સિંહ પાસે ‘ફ્રેન્ક મુલર વેનગાર્ડ’ ઘડિયાળ છે, જે ફિલ્મમેકર રોહિત શેટ્ટીએ તેને ભેટમાં આપી હતી. આ ઘડિયાળની કિંમત 6 લાખ રૂપિયા છે.

આમિર ખાન

આમિર ખાને ‘Vacheron Constantin Overseas World Time’ ઘડિયાળ પહેરવી પસંદ કરે છે. આ ઘડિયાળ 37 જુદા જુદા સમય ઝોન બતાવી શકે છે અને તેની કિંમત 27.80 લાખ રૂપિયા છે.

રણબીર કપૂર

રણબીર કપૂર પાસે મોંઘી ઘડિયાળનું કલેક્શન છે, જેમાં ‘Audemars Piguet Roya’ (14 લાખ), ‘રેસેન્સ ટાઈપ 1’ (14.18 લાખ) અને ‘રિચાર્ડ મિલે આરએમ 028 ઓટોમેટિક રોઝ ગોલ્ડ ડાઈવર’ (1.12 કરોડ) ઘડિયાળો સામેલ છે.

Bollywood stars
Bollywood stars

આદિત્ય રોય કપૂર

આદિત્ય રોય કપૂર પાસે પણ રિચાર્ડ મિલે આરએમ 028 ઓટોમેટિક રોઝ ગોલ્ડ ડાઈવર છે, જેની કિંમત 1.12 કરોડ રૂપિયા છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ ટિસોટ બ્રાન્ડની ઘડિયાળો પસંદ કરે છે, ખાસ કરીને ‘ટિસોટ ક્લાસિક પ્રિન્સ ડાયમંડ રોઝ ગોલ્ડ’, જેની કિંમત 8 લાખ રૂપિયા છે.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન ‘સીમાસ્ટર 300 ઓમેગા માસ્ટર’ ઘડિયાળ પહેરે છે, જેની કિંમત આશરે 7.5 લાખ રૂપિયા છે. બોલીવુડ સ્ટાર્સના આ લક્ઝરી અને મોંઘા ઘડિયાળોના શોખ તેમને વધુ ગ્લેમરસ અને આકર્ષક બનાવે છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *