દેવામાં છે એક્ટર Rajkummar Rao, કહ્યું- હાલમાં તો ખાવાના ફાફા..
Rajkummar Rao : બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવની નવી ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ તાજેતરમાં થિયેટરોમાં રિલીઝ થઈ છે અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
આ પહેલાં, તેમની ફિલ્મ ‘સ્ત્રી 2’એ લગભગ 600 કરોડ રૂપિયાનો રેકોર્ડ બ્રેક બિઝનેસ કર્યો હતો. તાજેતરમાં એક પોડકાસ્ટમાં રાજકુમારે પોતાના બેન્ક બેલેન્સ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, જો કે લોકો તેમના વિશે વિચારતા હોય તેટલા તે અમીર નથી.
રાજકુમાર રાવએ પોતાની કાર ખરીદવાની ક્ષમતા વિશે જણાવતાં કહ્યું કે, તે કરોડો રૂપિયાની કાર ખરીદી શકતા નથી. અભિનેતાએ ખુલાસો કર્યો કે, આજે પણ તેમણે પોતાનું ઘર ઈએમઆઈ પર લીધું છે, અને તે દર મહિને તેની ચૂકવણી કરે છે.
પોડકાસ્ટમાં રાજકુમારે કહ્યું, ‘સાચું કહું તો, મારી પાસે એટલા પૈસા નથી જેટલા લોકો માને છે. મારી પાસે એક ઘર છે, જેના માટેની EMI સારી રકમની છે. આ પરિસ્થિતિમાં, હું 6 કરોડ રૂપિયાની કાર ખરીદી શકતો નથી.’
રાજકુમારે એ પણ કહ્યું કે, જો તે 50 લાખ રૂપિયાની કાર લેવાનું વિચારે છે, તો પહેલા તેના વિશે વિચારવું પડશે. પરંતુ 20 લાખ સુધીની કાર ખરીદવા માટે તે બહુ વિચારતો નથી.
રાજકુમાર રાવ ની આ વાતોથી ઘણા ચોંકી ગયા છે, કેમ કે પ્રખ્યાત અભિનેતાની આવક અને સંપત્તિ અંગેની ધારીને લોકો મોટા ભાગે ઉંચી માન્યતા ધરાવતા હોય છે.
‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થઈ છે, જેમાં રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ એક નવવિવાહિત યુગલની કહાની છે, જેમના હનીમૂનનો વીડિયો ચોરી થઈ જાય છે. અર્ચના પૂરન સિંહ, રાકેશ બેદી અને ટીકુ તલસાનિયા જેવા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળે છે, જ્યારે મલ્લિકા શેરાવતે કેમિયો કર્યો છે.
આ ફિલ્મનું બોક્સ ઓફિસ પર આલિયા ભટ્ટની ‘જીગરા’ સાથે ટક્કર થઈ રહી છે, જે પણ સારી કમાણી કરી રહી છે. ‘સ્ત્રી 2’એ 600 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું, અને તે આ રકમ સુધી પહોંચનારી પહેલી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
વધુ વાંચો: