Mayabhai Ahir : ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર Mayabhai Ahir એ ચંદ્ર પર જમીન ખરીદી
Mayabhai Ahir : ગુજરાતના પ્રખ્યાત કલાકારો પોતાના કાર્યોને લીધે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. જોકે ઘણા કલાકારોએ વિદેશની ધરતીમાં પણ પોતાનો ડંકો વગાડી દીધો છે. તે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત છે તેથી જ તેઓ આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. આવા જ એક ખુશીના સમાચાર ગુજરાતના પ્રખ્યાત હાસ્ય કલાકાર માયાભાઈ આહીર પાસેથી સામે આવ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે હાલમાં જ ભારત એક ખૂબ મોટી સફળતાને પાર કરી છે.
જેણે ચંદ્રયાનથી ચંદ્ર પર પહોંચાડવામાં સફળ રહ્યા હતા ત્યારબાદ તુરંત જ તમામ લોકોના ચંદ્ર પર રહેવાના મેસેજ વાયરલ થઈ રહ્યા હતા ત્યારે હાલમાં જ માયાભાઈ આહીર ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો હતો. લુના સોસાયટી ઇન્ટરનેશનલ અંતર્ગત લુનાર પ્રોપર્ટી રજીસ્ટર કરી હતી આ સમાચાર તથા પ્લોટની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી ત્યારબાદ માયાભાઈ આહીર ના પરિવારમાં ખુશીનો માહોલ સવાઈ ગયો હતો તથા સૌ લોકોએ અને તેમના ચાહકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જોકે ત્યારબાદ ચંદ્ર પર પ્લોટ ખરીદવાનો એક અલગ જ ક્રેઝ સામે આવ્યો છે તમામ લોકો ચંદ્ર પર રહેવા જવાનું સપનું જોઈ રહ્યા છે.
માયાભાઈ આહીર હાલમાં જ આ સ્વપ્નને સાકાર કરી બતાવ્યું છે હવે જોવાનું એ રહ્યું કે આગળના સમયમાં કેટલા પ્રમાણમાં લોકો ચંદ્ર પર પોતાનો વસવાટ કરશે જોકે માયાભાઈ પોતાના જીવનમાં સફળ થવા માટે ખૂબ સંઘર્ષો કર્યા હતા. તેમનો જન્મ 16 મે 1972 ના રોજ કુંડવી ગામે ભાવનગર જિલ્લામાં થયો હતો. માયાભાઈ આહીર બાળપણથી જ સાહિત્ય તથા ધાર્મિક પુસ્તકો વાંચવાના ખૂબ મોટા શોખીન હતા. આ શોખને કારણે જ તેઓએ સાહિત્યની દુનિયામાં પોતાના પગલાં માંડ્યા હતા.
તેમનો સૌપ્રથમ કાર્યક્રમ 1996માં હનુમાન મંદિરમાં યોજાયો હતો ત્યારથી જ તેઓએ ખૂબ મોટા પાયે લોક ચાહના મેળવી હતી ત્યારબાદ તેમના અત્યાર સુધીમાં લાખો કાર્યક્રમ થઈ ચૂક્યા છે તેમને ઘણા એવોર્ડ તથા પરિપત્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે માયાભાઈ આહીર સાથે સાથે તેમના પુત્ર જયરાજ આતા આહીર પણ આવા જ સદકાર્યોને લીધે હંમેશા ચર્ચામાં રહે છે આટલા મોટા વ્યક્તિના પુત્ર હોવા છતાં પણ તેમના જીવનમાં હંમેશા સાદગી જોવા મળે છે તેથી જ બાપ પુત્રની આ જોડી એ એક અલગ જ લોક ચાહના મેળવી છે.
માયાભાઈ આહીર ના પુત્ર જયરાજ આતા આહીરે ચંદ્ર પર પ્લોટ ખરીદવાની ખુશી સોશિયલ મીડિયા દ્વારા વ્યક્ત કરી હતી તથા તેમના ચાહકોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. ભારત ચંદ્રયાનની ખુશીની સાથે સાથે ગુજરાતના કોઈ વ્યક્તિએ ચંદ્ર પર પ્લોટ ખરીદવાની આ ઘટનાને લઈને તમામ ગુજરાતવાસીઓ તથા સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ ગર્વની વાત બની ગઈ હતી. તેમના પરિવારમાં પણ ખુબ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.