Gadar 2 : સેલ્ફી લેવા આવેલા ચાહક પર Sunny Deol ગુસ્સે થયા, લોકોએ કહ્યું ફિલ્મ હિટ થઈ ઔકાત દેખાડી દીધી Video વાયરલ
Gadar 2 : બોલિવુડ અભિનેતા Sunny Deol હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2ની સફળતા બાદ ચર્ચામાં આવ્યો છે. અભિનેતાની આ ફિલ્મ ઈન્ડિયન બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરવા લાગી છે. એક બાજુ Sunny Deol Gadar 2 ની સફળતાને એન્જોય કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈ લોકોએ સની દેઓલને ટ્રોલ કરવાના શરુ કર્યા છે. વીડિયોમાં સની દેઓલ પોતાના ચાહકોને એટીટ્યુડ દેખાડતા જોવા મળી રહ્યા છે.
Sunny Deol ની આ હરકતે અભિનેતાના ચાહકોને ખુબ નિરાશ કર્યા છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા સની દેઓલની પાસે ફોટો ક્લિક કરવા આવે છે ત્યારે તે મહિલાને ગુસ્સામાં જુએ છે. તેના બોડીગાર્ડ કહે છે ટચ ન કરો. વીડિયોમાં જોઈ લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું આગળ હાથ જોડીને ચાલી રહ્યા છો અને પાછળ મહિલા તમારી ફરિયાદ કરી રહી છે. શું તે સામાન્ય માણસ નથી.
તમારી ઔકાત દેખાડવાની શરુ કરી દીધી છે. અન્ય યુઝરે લખ્યું સની પાજી આ સારું કામ કર્યું નથી. મોટાભાગના લોકોએ સની દેઓલ માટે સાચી-ખોટી વાત કરી છે. સોશિયલ મીડિયા પર અભિનેતાને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
Sunny Deol ની ફિલ્મ ‘ગદર 2’એ વીકેન્ડ પર 134 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ અનિલ શર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે.જ્યારે સની દેઓલ ગદર 2ને આટલો પ્રેમ આપવા બદલ ઓડિયન્સનો આભાર માની રહ્યો છે, ત્યારે સની દેઓલના પિતા ધર્મેન્દ્ર અને તેના ભાઈ બોબી દેઓલે પણ ઓડિયન્સનો આભાર માન્યો છે. બોબી દેઓલ અને સની દેઓલ શનિવારે ગેઈટી ગેલેક્સી ગયા હતા.