google-site-verification: googlec8654436f05b508b.html

Gautam Adani ના દીકરાએ કર્યા સાવ સાદાઈથી લગ્ન, વહુની ખુબસુરતી જોઈને..

Gautam Adani ના દીકરાએ કર્યા સાવ સાદાઈથી લગ્ન, વહુની ખુબસુરતી જોઈને..

Gautam Adani : દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. પિતા ગૌતમ અદાણીએ લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

જીત અદાણીએ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ શાંતિગ્રામ ખાતે ગુજરાતી પરંપરાઓ અનુસાર હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા સાથે લગ્ન કર્યા.

પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન એક સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં સામાન્ય ધાર્મિક વિધિઓ અને પરંપરાગત ગુજરાતી સમારોહ યોજાયો હતો, જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા. Gautam Adani એ જીત અને દિવાને અભિનંદન આપ્યા અને તેમના લગ્નની તસવીરો શેર કરી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું:

“સર્વશક્તિમાન ભગવાનના આશીર્વાદથી, જીત અને દિવા આજે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા. આજે અમદાવાદમાં પરંપરાગત વિધિઓ અને પ્રિયજનો વચ્ચે શુભ મંગલ ભાવ સાથે લગ્ન યોજાયા. આ એક નાનો અને અત્યંત ખાનગી કાર્યક્રમ હતો.

Gautam Adani
Gautam Adani

તેથી અમે ઈચ્છતા હોવા છતાં બધા શુભેચ્છકોને આમંત્રણ આપી શક્યા નહીં, જેના માટે હું માફી માગુ છું. હું મારી દીકરી દિવા અને જીત માટે તમારા બધા પાસેથી મારા હૃદયપૂર્વકના પ્રેમ અને આશીર્વાદની માગ કરું છું.”

સમાજ-સેવા માટે 10,000 કરોડનું દાન

Gautam Adani એ મહાકુંભ મેળા દરમિયાન જણાવ્યું હતું કે તેમના પુત્રના લગ્ન “સાદગી અને પરંપરાગત રીતે” થશે. તેમણે લગ્ન ફક્ત સાદગીથી જ કર્યા નહીં, પરંતુ સમાજ સેવા માટે 10,000 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું.

 

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ દાન આરોગ્ય, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે ખર્ચાશે. આ પહેલ દ્વારા લોકોને સસ્તા અને વિશ્વ-સ્તરીય હોસ્પિટલો, મેડિકલ કોલેજો, ઉચ્ચ-સ્તરીય K-12 શાળાઓ અને ગ્લોબલ સ્કિલ્સ એકેડેમીની સુવિધાઓ ઉપલબ્ધ થશે.

દિવ્યાંગોને આર્થિક સહાય માટે ‘મંગલ સેવા’ યોજના

લગ્નના બે દિવસ પહેલાં, ગૌતમ અદાણીએ ‘મંગલ સેવા’ કાર્યક્રમની જાહેરાત કરી, જેનાથી દર વર્ષે 500 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓને 10-10 લાખ રૂપિયાની નાણાકીય સહાય મળશે.

Gautam Adani
Gautam Adani

આ પહેલ શરૂ કરવા માટે જીત અદાણીએ 21 નવપરિણીત દિવ્યાંગ મહિલાઓ અને તેમના પતિઓ સાથે મુલાકાત કરી. આ યોજના માટે ગૌતમ અદાણીએ તેમના સોશિયલ મીડિયા પર પણ ખુશી વ્યક્ત કરી હતી.

જીત અદાણી ગ્રૂપની મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે

જૂન 2020માં, જીતે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સના ડિરેક્ટર પદની જવાબદારી સંભાળી. તે ઉપરાંત, તેઓ અદાણી ગ્રૂપના સંરક્ષણ, પેટ્રોકેમિકલ્સ અને કોપર બિઝનેસનું પણ સંચાલન કરે છે.

જીત અદાણી પાસે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લાઇડ સાયન્સમાંથી સ્નાતકની ડિગ્રી છે. તેમની માતા ડૉ. પ્રીતિ અદાણીથી પ્રેરિત થઈ, જીતે સામાજિક સેવામાં પણ ભાગ લીધો છે.

2023માં, તેમણે ‘અદાણી ગ્રીનએક્સ ટોક્સ’ શરૂ કર્યા, જેમાં દિવ્યાંગજનો તેમની પ્રેરણાદાયી વાર્તાઓ વિશ્વ સમક્ષ રજૂ કરે છે. જીત અદાણી હાલમાં અમદાવાદમાં રહે છે, જ્યાં અદાણી ગ્રૂપનું મુખ્ય મથક આવેલું છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *