જલારામ બાપાને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો.બધી મનોકામનાઑ પૂર્ણ થશે
જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો કારણ કે તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા હતા, જો કે તેમના અનેક ચમત્કારો અને પરચાઓ રહેલા છે જે આજે પણ ભકતોને જોવા મળે છે.
વાસ્તવમાં જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે જ્યાં હજારો ભકતો તેમના દર્શને આવતા રહે છે. જણાવી દઈએ કે આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે.
જેમાં તેમની એક લાકડી આજે પણ રહી હોવાનું માનવામાં આવે છે. માન્યતા મુજબ જલારામ બાપા ઘણા બધા વર્ષો પહેલાં તેમના ગુરુ ભોજનરામ બાપા પાસે વીરપુરથી અમરેલી પાસે ફતેપુર ગામ આવતા જતા રહેતા હતા અને નિત્ય પીપરીયા ગામે વિશ્રામ કરવા માટે રોકાતા હતા.
આ સમયે તેમની રામજીભાઈ સાથે મુલાકાત થઈ હતી જેમાં એક દિવસે જલારામ બાપાએ પૂછ્યું કે તમે ઉદાસ કેમ છો જેમાં રામજીભાઈએ પોતાના દુખની વાત કરી હતી. કહેવાય છે કે આ સમયે જલારામ બાપાએ તેમની સાથે રાખતા લાકડી આપી હતી અને કહ્યું હતું કે આ લાકડીને તમારા ઘરની પાસે રાખજો અને દર સોમવારે એક ઘીની વાટકી તેના પર ચોપડી રાખજો.જેનાથી તમારા બધા દુખ દૂર થશે.
માનવામાં આવી રહ્યું છે કે આ લાકડી આજે પણ હાજર અને જેની લંબાઈમાં દર વર્ષે વધઘટ થતી હોય તેવું પણ જોવા મળ્યું છે. અહેવાલો મુજબ જોવામાં આવે તો આજે પણ રામજીભાઈની પાંચમી પેઢીએ જલારામ બાપાની આપેલી લાકડી ક્યારે જમીન પર રાખી નથી અને પરંપરા પ્રમાણે દિવાબત્તી કરે છે અને દર સોમવારે તેના પર ઘી પણ ચોપડે છે.