google-site-verification: googlec8654436f05b508b.html

Goyal Salt IPO : જેણે 1 લાખ લગાવ્યા તેને મળ્યા 4 લાખ, સાત દિવસમાં પૈસા 3 ગણા

Goyal Salt IPO : જેણે 1 લાખ લગાવ્યા તેને મળ્યા 4 લાખ, સાત દિવસમાં પૈસા 3 ગણા

Goyal Salt IPO : શેર બજારમાં એવી કેટલીક કંપની હોય છે, જે ટૂંકાગાળામાં ખુબ સારૂ રિટર્ન આપતી હોયછે. પરંતુ તાજેતરમાં આવેલા એક IPO એ કમાલ કરી દીધો છે. આ IPOનું નામ Goyal Salt છે. Goyal Salt ના લિસ્ટિંગ વિશે જેણે સાંભળ્યું તેને થયું કે મેં પણ પૈસા લગાવી દીધા હોત તો, કારણ કે આ નાની કંપનીએ શેર બજારમાં જોરદાર એન્ટ્રી કરી છે.

Goyal Salt IPOનું લિસ્ટિંગ 10 ઓક્ટોબરે થયું હતું. કંપનીના શેરનું લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઇઝથી 242 ટકા વધુ રહી એટલે કે એક ઝટકામાં લોકોના પૈસા અઢી ગણા થઈ ગયા હતા.

Goyal Salt IPO
Goyal Salt IPO

Goyal Salt ના IPOના શેરની ઈશ્યૂ પ્રાઇઝ 38 રૂપિયા હતી, જ્યારે માર્કેટમાં તેનું લિસ્ટિંગ 130 રૂપિયા પ્રતિ શેર પર થયું હતું. એટલું જ નહીં લિસ્ટિંગ બાદ Goyal Salt ના શેરમાં 5 ટકાની સર્કિટ લાગી ગઈ હતી. બજાર બંધ થવા પર Goyal Salt નો શેર 136.50 રૂપિયા પર બંધ થયો હતો.

18.63 કરોડ રૂપિયાનો Goyal Salt નો IPO 377.97 ગણો સબ્સક્રાઇબ થયો હતો. IPOના એક લોટમાં 3000 શેર હતા, તેથી ઈન્વેસ્ટરોને એક લોટ ખરીદવા માટે 1,14,000 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું. પરંતુ લિસ્ટિંગના દિવસે તેની કિંમત વધી 4 લાખ રૂપિયા થઈ ગઈ હતી.

Goyal Salt IPO
Goyal Salt IPO

Goyal Salt ભોજનમાં ઉપયોગ થનાર નમકની સાથે-સાથે ઉદ્યોગોમાં ઉપયોગ થનાર નમક બનાવે છે. કંપની રાજસ્થાનમાં તળાવમાંથી નમકીન પાણી કાઢે છે અને પછી તેને રિફાઇન કરે છે.

કંપની IPOથી મળેલી રકમને પોતાની બ્રાન્ડિંગ, માર્કેટિંગ અને વર્કિંગ કેપિટલ સાથે જોડાયેલી જરૂરીયાતોને પૂરી કરશે. આ સિવાય બાકી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *