ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુજરાતી સિંગર કિંજલ દવે માણી રહી છે મજા, જુઓ તસવીરો
ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો હાલ પ્રિ-નવરાત્રિ ગરબા માટે વિદેશ પ્રવાસ પર જઈ રહ્યા છે, ત્યારે કિંજલ દવે પણ પોતાના પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતી વખતની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે પહેલીવાર કિંજલ દવે સહપરિવાર ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગઈ છે.
ગુજરાતના લોકપ્રિય ગાયિકા તરીકે અને ગુજરાતી કોયલ તરીકે કિંજલ દવેનું નામ મોખરે છે અને વિદેશમાં પણ કિંજલ દવેની લોકપ્રિયતા એટલી જ વધારે છે.
થોડા દિવસ પહેલા જ કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા ટુરની એનાઉન્સમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે કિંજલ દવે ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી નવરાત 2023માં હાજરી આપવા માટે ઓસ્ટ્રેલિયા ગઈ છે.
View this post on Instagram
ઓસ્ટ્રેલિયામાં તે અલગ અલગ સિટીમાં તારીખ 29 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ગુજરાતીઓને ગરબાના તાલે ઝૂમાવશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો કિંજલ દવેના પિતા લલિત દવેએ ઈન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. આ તસવીરોમાં લલિત દવે તેમના પત્ની અને પુત્ર આકાશ તેમજ કિંજલને સાથે જોઈ શકો છો. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.