ગુજરાતની બે દિકરીઓએ 8 વર્ષની ઉંમરમાં 15000 ફૂટ ઊંચાઇએ આવેલી બુરાન ઘાટી સર કરી બનાવ્યો રેકોર્ડ
બે છોકરીઓ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. જી હાં, વડોદરાની બે 8 વર્ષની બાળકીઓએ 15,000 ફૂટની ઊંચાઈએ આવેલી બુરાન ખીણ પર ચઢીને રેકોર્ડ બનાવ્યો છે. શનિવારે 15 હજાર ફૂટની ઊંચાઈએ 7 કલાક સુધી ચાલ્યા બાદ તે ખીણની બીજી બાજુ સ્થિત મૂનરાંગમાં ઉતર્યો અને નાની ઉંમરમાં જ આ ખીણમાં પોતાનું નામ નોંધાવ્યું. મહત્વનું છે કે ધોરણ 3માં ભણતી બાળકની રમવાની ઉંમર હોય છે. ધન્ય છે આ દીકરીઓ જેમણે આટલી નાની ઉંમરમાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.
8 વર્ષની બે બાળકીઓએ હિમાલય સર કર્યો વડોદરાના વાસણા રોડ પર રહેલી રાયના પટેલ અને ઇલોરાપાર્ક ખાતે રહેતી સનાયા ગાંધીએ 6 દિવસ સુધી 26કિમીનું અંતર કાપીને બુરાન ઘાટી પાસ પર પહોંચી હતી. તેઓ 11મી તારીખે 13 વ્યક્તિઓ સાથે આ બંને દિકરીઓ ટ્રેકિંગમાટે નીકળી હતી. 12મીના રોજ 9200 ફિટની ઊંચાઈએ પહોંચ્યા બાદ ત્યાંથી આગળ લીથમ ખાતે 2 દિવસ રોકાણ કર્યું હતું.
જે બાદ શનિવારે વહેલી સવારે 3 વાગે ચઢાણ શરૂ કર્યું હતું. મહત્વનું છે કે ઉત્તરાખંડના કેદારકંઠા અને કાશ્મીરના તસરસ મારસર ખાતે આ બંને બાળકીઓ પર્વતારોહણ કરી ચૂકી છે. ત્યારે હવે બુરાન ઘાટી પાસ સર કરીને એક નવી સિદ્ધિ તેઓઓ પોતાના નામ કરી છે.
ટ્રેકિંગ માટે સ્પેશિયલ મંજૂરી મેળવાઈ 8 વર્ષની જ ઉંમર અને તેમાં પણ આટલી ઊંચાઇ પર જવુ કંઇ સહેલુ ન હતું. આમ તો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આટલી હાઇટ પર જવાની મંજૂરી આપવામાં આવતી નથી પરંતુ ટ્રેકિંગ કંપની દ્વારા આ અંગે તેઓના વાલીઓની ખાસ મંજૂરી મેળવવામાં આવી હતી.
કારણ કે આ બંને દિકરીઓ અગાઉ 13 હજાર ફીટની ઊંચાઇએ શિખરો સર કર્યા છે જેથી તેમને 15 હજાર ફીટ ઊંચાઇ પર જવાની મંજૂરી આપવામાં આવી હતી.