google-site-verification: googlec8654436f05b508b.html

શું ખરેખર Hardik Pandya અને નતાશાનાં છૂટાછેડા થઈ ગયા? કહ્યું- મારો દીકરો જ મારો સહારો..

શું ખરેખર Hardik Pandya અને નતાશાનાં છૂટાછેડા થઈ ગયા? કહ્યું- મારો દીકરો જ મારો સહારો..

Hardik Pandya : ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024 લઈને મુંબઈ પરત આવી છે. ટીમના ઓલરાઉન્ડર ખેલાડી Hardik Pandya પણ તેના બાકીના સાથી ખેલાડીઓ સાથે મુંબઈ પાછા ફર્યા છે.

પરંતુ ઘરે આવતાં પહેલાં તેની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિકે ફરી એકવાર તેમના સંબંધોમાં ચાલી રહેલી પરેશાનીઓનો સંકેત આપ્યો છે. તે પછી, ફરી એકવાર Hardik Pandya અને નતાશા વચ્ચે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે. હાર્દિક પંડ્યા અને નતાશા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે.

એક્ટ્રેસ-મોડલ નતાશા સ્ટેનકોવિકે હાલમાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં લોકોને જીવનમાં ચોક્કસ પરિસ્થિતિઓમાંથી પસાર થવા પર નિરાશ અને દુઃખી થવાને બદલે ભગવાનમાં વિશ્વાસ રાખવા પ્રેરિત કરવામાં આવ્યા છે. તેમની આ સંદેશા તેમના પતિ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થવાની ચાલી રહેલી અફવાઓ વચ્ચે આવી છે.

Hardik Pandya
Hardik Pandya

કારમાં મુસાફરી કરતી વખતે લેવાયેલા આ વીડિયોમાં નતાશાએ શેર કર્યું, “હું આજે કંઈક વાંચવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી જે મને ખરેખર સાંભળવાની જરૂર હતી અને તેથી હું કારમાં મારી સાથે બાઈબલ લાવી છું, કારણ કે હું તમારી સાથે પણ શેર કરવા માગું છું.”

તેણે વધુમાં કહ્યું, “આ ભગવાન છે, જે તમારી આગળ જાય છે અને તમારી સાથે રહેશે. તે તમને ક્યારેય છોડશે નહીં કે તમને ત્યાગશે નહીં. ડરશો નહીં અને નિરાશ થશો નહીં.

જ્યારે પણ આપણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાંથી પસાર થીએ ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ, નિરાશ થઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ અને ઘણી વાર હારી જઈએ છીએ, (પરંતુ) ભગવાન તમારા સાથે છે. એ વાતથી ભગવાન પરેશાન નથી કે તમે શું કરી રહ્યા છો, કારણ કે તેમની પાસે પહેલેથી જ એક પ્લાનિંગ હોય છે.”

Hardik Pandya
Hardik Pandya

હાર્દિક માટે પોસ્ટ ન કરી

નતાશા ઇન્સ્ટાગ્રામ પર સતત રહસ્યમય પોસ્ટ્સ કરી રહી છે, જે દર્શાવે છે કે તેની અને હાર્દિક વચ્ચે બધું બરાબર નથી. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ જીત્યા પછી નતાશાએ હાર્દિક માટે કોઈ પોસ્ટ શેર કરી ન હતી, જેના માટે તે ખૂબ ટ્રોલ પણ થઈ હતી. જોકે, ફેન્સને આશા છે કે ભારતની ટી20 વર્લ્ડ કપ જીત બાદ હાર્દિકના ઘરમાં બધું બરાબર થઈ જશે.

અભિનેત્રી નતાશા અને હાર્દિક 31 મે, 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. એ જ વર્ષે 30 જુલાઈએ તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. બાળકના જન્મની જાણકારી હાર્દિકે પોતે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. બંનેએ ગયા ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડેના દિવસે પરંપરાગત રીતિ-રિવાજો સાથે લગ્ન કર્યા હતા. રાજસ્થાનના ઉદયપુરમાં ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો.

હાર્દિક અને નતાશા મુંબઈની એક ક્લબમાં મળ્યાં હતાં

હાર્દિક અને નતાશા મુંબઈની એક ક્લબમાં મળ્યાં હતાં. ત્યાંથી બંને વચ્ચે મિત્રતા થઈ, જે પછી પ્રેમમાં બદલાઈ ગઈ. જ્યારે હાર્દિક તેની કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે નતાશાએ તેને ઘણો સાથ આપ્યો હતો. જાન્યુઆરી 2020માં, બંનેએ દુબઈમાં એકબીજાને રિંગ પહેરાવીને સત્તાવાર રીતે સગાઈ કરી.

 

 

નતાશા ‘ડીજે વાલે બાબુ’થી લોકપ્રિય બની હતી

નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ 1992ના રોજ સર્બિયામાં થયો હતો. બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ ‘સત્યાગ્રહ’ હતી. આ સિવાય તે ‘બિગ બોસ 8’ અને ‘નચ બલિયે 9’માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’થી તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

હાર્દિકે 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું

હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર છે અને તેણે પોતાની રમતથી ટીમ માટે ઘણી મેચ જીતી છે. તે T-20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો વાઇસ-કેપ્ટન છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *