Hardik Pandya અને નતાશા હજુ અલગ થયા નથી, થયો મોટો ચોંકાવનારો ખુલાસો
Hardik Pandya : બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા એકબીજાથી અલગ થઈ ગયા છે અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર આ જાહેરાત કરી હતી.
હાર્દિક પંડ્યા પોતાના પુત્ર અગસ્ત્યને ખૂબ જ પ્રેમ કરે છે અને કદાચ તે ઈચ્છતો હશે કે, ફરીથી તેના જીવનમાં ખુશીઓની ક્ષણ આવે અને પોતાની પૂર્વ પત્ની નતાશા સાથે સુખી જીવન જીવે.
છૂટાછેડાની જાહેરાત બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા પરત ફરી છે. આ દરમિયાન એક અંદાજથી ખુલાસો થયો છે કે, કદાચ બંને ફરીથી સાથે હોઈ શકે.
કપલે ભલે પોતાના સંબંધો પર વિરામ મૂક્યો હોય, પણ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક બંને એકબીજાના હમસફર હજી પણ છે. આ વાતનો ખુલાસો ગૂગલ બાયોમાં થયો છે.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક એકબીજા સાથે
હાર્દિક પંડ્યાના ગૂગલ બાયોમાં હજી પણ તેમની પત્ની તરીકે નતાશા સ્ટેનકોવિકનું નામ ઉલ્લેખાયેલ છે. સાથે જ નતાશા સ્ટેનકોવિકના ગૂગલ બાયોમાં પણ પતિ તરીકે હાર્દિક પંડ્યાનું જ નામ છે.
ત્યારે હવે એ સવાલ ચોક્કસ થઈ શકે છે કે, બંનેએ એકબીજાથી છૂટાછેડા લઈ લીધા હોવા છતાં હજી પણ ગૂગલ બાયોમાં અપડેટ કેમ નથી. લોકોના મનમાં પણ સવાલ ઉદભવે છે કે, શું બંને ફરી એકવાર સાથે દેખાશે? શું આ પબ્લિસિટી સ્ટંટ છે કે પછી હકીકત?
નતાશા અને હાર્દિકએ કર્યા છૂટાછેડા
તમને જણાવી દઈએ કે, નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી.
નતાશાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ હાર્દિક અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે અમારું બધું આપ્યું અને અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, પરંતુ અમે માનીએ છીએ કે આ નિર્ણય અમારા બંનેના હિતમાં છે.”
છેલ્લા ઘણા મહિનાઓથી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થવાના સમાચાર આવી રહ્યા હતા. જો કે, બંનેએ આ અહેવાલો પર મૌન જાળવી રાખ્યું હતું. હવે જ્યારે નતાશા અને હાર્દિકે એક પોસ્ટ દ્વારા તેમના અલગ થવાની જાહેરાત કરી છે, ત્યારે તેમના ચાહકો પણ દુઃખી છે.
વધુ વાંચો: