Hardik Pandya સાથે છૂટાછેડા બાદ નતાશાના છે મોજે દરિયા, દીકરા સાથે એન્જોય..
Hardik Pandya : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 18 જુલાઈના રોજ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જાહેર કર્યું કે તે અને નતાશા સ્ટાનકોવિચ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ રહ્યા છે. છૂટાછેડા બાદ નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જઈને રેહવા લાગી છે.
હાલમાં, નતાશાએ પોતાના પુત્ર અગસ્ત્ય સાથેનો સમય માણતી અનેક તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. Hardik Pandya પણ હવે તેના પુત્રને મળવા ઉત્સુક છે.
છૂટાછેડા બાદ પણ નતાશા અને હાર્દિક પંડયા ના જીવનમાં તે બહુ પરિવર્તન લાગતું નથી. નતાશા આ દિવસોમાં સર્બિયામાં પોતાના પુત્ર સાથે બેસીને મસ્તી કરી રહી છે. પિંક કલરની બિકિનીમાં નતાશા ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
તસવીરોમાં નતાશા અને અગસ્ત્ય સ્વિમિંગ પૂલ પાસે બેઠેલા જોવા મળે છે. નતાશા તેનું બધું ધ્યાન આ દિવસોમાં તેના પુત્ર પર કેન્દ્રિત કરી રહી છે. એક તસવીરમાં, અગસ્ત્યને ટ્રેકિંગની મજા લેતા જોઈ શકાય છે. નતાશાના નજીક અગરસ્ત્ય શરૂઆતથી જ રહ્યો છે.
નતાશાએ તાજેતરમાં એક ડાન્સ વીડિયો શૂટ કર્યો છે, જેને જોઈને ફેન્સ પ્રભાવિત થયા છે. એક યુઝરે તો કમેન્ટમાં લખ્યું કે, “તમે હાર્દિકથી અલગ થઈને ખૂબ ખુશ લાગી રહી છો.”
મીડિયા રિપોર્ટ્સ મુજબ, નતાશા હાલમાં સર્બિયામાં છે. હાર્દિક સાથેના છૂટાછેડા બાદ નતાશાએ હજુ સુધી કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની, મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે છૂટાછેડાની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યચકિત કર્યા છે. આ સમાચાર સાંભળ્યા બાદ ચાહકો સોશિયલ મીડિયામાં વિવિધ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. છૂટાછેડાની જાહેરાત બાદ નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ અને એક ફોટો શેર કર્યો છે, જેને લઈને પણ ચર્ચા થઈ રહી છે.
નતાશા સ્ટોરીમાં ‘મૂવ ઓન’ કરતી નજરે પડી રહી છે. જ્હેમ તે જીમમાં એક્સરસાઇઝ કરતી જોવા મળે છે, તે જ સમયે તે તેના પુત્ર અગસ્ત્ય સાથે સમય પસાર કરતી પણ જોવા મળે છે. હાલમાં, નતાશા પોતાના હોમટાઉન સર્બિયામાં છે અને તે ત્યાંની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
વધુ વાંચો: