જાણો કોણ છે Hardik Pandya ની ગર્લફ્રેન્ડ જાસ્મિન વાલિયા? 6-7 મહિનાથી ચક્કર..
Hardik Pandya : નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાને હજુ વધુ સમય પસાર નથી થયો, અને એ દરમિયાન હાર્દિક ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
પહેલા, છૂટાછેડા પછી સોશિયલ મીડિયામાં હાર્દિકને ફેન્સ તરફથી સહાનુભૂતિ મળી રહી હતી, જ્યારે નતાશાને ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. જોકે, હવે દ્રશ્ય ઊલટું બની ગયું છે.
હાર્દિકના નવા રિલેશનશિપના સમાચાર જાહેર થયા પછીથી જ આ પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર જાસ્મિન વાલિયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેમ છતાં, નતાશાએ પણ પોતાના નવા લુક સાથે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ચાલો, નતાશાના વાયરલ લુક પર એક નજર કરીએ.
નતાશાના નવા લુકે મચાવી ધૂમ
નતાશા તાજેતરમાં સોશિયલ મીડિયા પર આઇસ બ્લૂ કલરની શોર્ટ ડ્રેસમાં નજરે ચઢી હતી, અને તે ફોટાઓએ હલચલ મચાવી દીધી છે. કેટલાક લોકોએ માની લીધું છે કે હાર્દિકના નવા સંબંધોની અફવાઓ પછી નતાશાએ આ ફોટા શેર કરીને એક વિચારેલી વ્યૂહરચના અપનાવી છે. હાર્દિક કે નતાશા, કોઈએ આ અફવાઓ પર હજી સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
છૂટાછેડા બાદ હાર્દિકને મળ્યો નવો પ્રેમ?
મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હાર્દિક અને જાસ્મિન ગ્રીસમાં એકસાથે રજાઓ માણતા જોવા મળ્યા હતા. બંનેએ બેકગ્રાઉન્ડમાં સુંદર ગ્રીક લેન્ડસ્કેપ ધરાવતી પૂલની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેની કારણે તેમના સંબંધોને લઈને અટકળો વધી રહી છે. આ તસવીરો બહાર આવતા, હાર્દિક અને જાસ્મિનના સંબંધ વિશે ઘણી અફવાઓ ઉડી રહી છે.
હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયા ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કહેવાઈ રહ્યું છે કે, હાર્દિક પંડ્યા હાલ જાસ્મીન વાલિયાને ડેટ કરી રહ્યો છે અને બંને ગ્રીસમાં વેકેશન માણી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે, બ્રિટિશ ગાયક અને ટેલિવિઝન પર્સનાલિટી જાસ્મીન વાલિયા અંગ્રેજી, પંજાબી, અને હિન્દી ભાષાઓમાં ગીતો ગાઈ ચૂકી છે, જેમાં ઝેક નાઈટ સાથેનું 2017નું હિટ સિંગલ “બોમ ડિગી” પણ શામેલ છે.
બોલ્ડ અને સિઝલિંગ ફેશન સેન્સ માટે જાણીતી
જાસ્મીને બિગ બોસ 13 ફેમ અસીમ રિયાઝ સાથે “નાઈટ્સ એન ફાઈટ્સ” ગીત પણ ગાયું છે અને તે આસિમ સાથે એક મ્યુઝિક વીડિયો જોવા મળી હતી.
જાસ્મીન સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે અને તે તેના બોલ્ડ અને સિઝલિંગ ફેશન સેન્સ માટે જાણીતી છે. હાલમાં, જાસ્મીનના બિકીની ફોટોઝ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જાસ્મીન અત્યારે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. હાંલાંક, તેમના સંબંધોમાં કેટલો સત્ય છે તે તો તેઓ જ સ્પષ્ટ કરી શકે.
વધુ વાંચો: