ખરા બપોરે ગરમીમાં Hema Malini ખેતરમાં ઘઉં વાઢતી જોવા મળી, જુઓ વીડિયો…
Hema Malini : હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોમ્બર 1948 માં તિરુચિરાપલ્લીમાં થયો હતો. હાલ માં હેમા માલિની ઉમર 75 વર્ષની છે તેમ છતાં હેમા માલિની હજી પણ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. લોકો તેમને જોવાનું વધુ પસંદ કરે છે. Hema Malini ના કરિયરની વાત કરીયે તો 2014 અને 2019માં પણ મથુરાથી ચૂંટણી જીતી છે.
ભાજપએ ફરીવાર હેમા માલિનીને મેદાનમાં ઉતારી છે, આ દરમિયાન હેમા માલિનીએ ખેતરોમાં જઈને ત્યાંના લોકો સાથે તસવીરો પડાવી. આ કાંઈ પહેલીવાર નથી કે તેને ખેતરોમાં તસવીરો પડાવી. 2019માં પણ તેણે ખેતરમાં પાક લણતી હોઈ તેવી તસવીરો લીધી હતી. ત્યારે પણ હેમા માલિનીને ટ્રોલ કરવામાં આવી હતી.
બોલિવૂડના પ્રખ્યાત કલાકાર મથુર ટોણા અને હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર ઘણા બધા ફોટા પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તેઓ ખેતરમાં પાક લણતા હોઈ તેવું દેખાઈ રહ્યું હતું.
Hema Malini ખરા બપોરે ખેતરમાં..
કાંજીવરમના સાડી પહેરેલા અને ઘઉંના પાકની લણણી કરતા તેના ફોટા જોઈને કેટલાક નેટીઝન્સ નારાજ થઈ ગયા છે. રાજકીય વિશ્વલેષકો કહે છે કે ચૂંટણીઓ વચ્ચે આ એક માત્ર જાહેર પ્રદર્શન છે.
હેમા માલિની સોશિયલ મીડિયા પર રોજ-બરોજ અલગ-અલગ ફોટા પોસ્ટ કરે છે. હાલ માં શેર કરેલી આ તસવીરમાં હેમા માલિની ખેતરમાં ખેતી કરતી દેખાતી હોય છે, લણણી કરેલા પાક સાથે ફોટા પડાવતી અને મહિલા ખેત કામદારો સાથે પોઝ આપતી જોવા મળે છે.
આ વાયરલ ફોટાના કેપ્શનમાં હેમા માલિનીએ લખ્યું, ‘આજે હું ખેડૂતોના ખેતરોમાં તેમની સાથે વાતચીત કરવા ગઈ, હું છેલ્લા ઘણા વર્ષોથી તેમને નિયમિત મળું છું.” આ તસ્વીરના કેપશનમાં તેણે એમ પણ લખ્યું છે કે, તેઓ મને મળીને ખૂબ ખુશ થયા અને મને ફોટો પડાવવા માટે વિનંતી પણ કરી. તેથી જ મેં આ ફોટા લીધા છે.’
ખેતરની આ તસવીરને કારણે હેમા માલિની ટ્રોલ પણ થઈ થઈ. કાંજીવરમ સિલ્કની સાડી પહેરીને, છૂટા વાળ સાથે પીઆર સ્ટંટ શું યોગ્ય છે? એક ફેન્સ એ લખ્યું, “તમારે તમારી PR વ્યક્તિએ બર્ખાસ્ત કરવું જોઈએ.” તો બીજા એ લખ્યું, તો શું ટાઈમ પાસ. થોડી શરમ રાખો’, બીજાએ કહ્યું.
માત્ર ખેતરોમાં ઉભા રહીને ત્યાંના મજુર સાથે ફોટો પડાવવો એ યોગ્ય નથી, આમ કરીને ખેડૂતોની મજાક ન કરો. લોકોએ તમને શા માટે મત આપવો જોઈએ? લોકોએ આગળ એમ પણ કહ્યું કે, તમે માથુરા માટે શું કર્યું છે’, નેટીઝન્સે હેમા માલિનીને આ સવાલ પૂછી રહ્યા છે.
વધુ વાંચો: