google-site-verification: googlec8654436f05b508b.html

ભગુડા મોગલધામનો ઈતિહાસ :- જાણો કેમ મંદિરના ખજાનચી છે મુસ્લિમ વ્યક્તિ ??, મોગલધામ ભગુડાની આ વાતો ખબર નહિ હોઈ…

ભગુડા મોગલધામનો ઈતિહાસ :- જાણો કેમ મંદિરના ખજાનચી છે મુસ્લિમ વ્યક્તિ ??, મોગલધામ ભગુડાની આ વાતો ખબર નહિ હોઈ…

મોગલ માતાનું ધામ એટલે કે ભગુડા ધામ, ભાવનગર જીલ્લાની અંદર આવેલું છે. ભગુડા ધામ ભાવનગર જિલ્લા થી ૮૦ કિલોમીટરના અંતરે આ ધામ આવેલું છે. આશરે ૪૫૦ વર્ષ પહેલા નળ રાજાની તપોભૂમિમાં ભગુડા ગામ માં મોગલ માતા પધાર્યા હતા. મોગલ માતાજી ના ચાર ધામ માંથી એક ધામ ભગુડાનું મોગલ ધામ છે. આજે અમે તમને ભગુડા ગામ એ જ મોગલ ધામ નો ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છીએ…

આશરે ૪૫૦ વર્ષ પહેલા દુષ્કાળ ના લીધે આહિર સમાજના લોકો, તેમના પરિવારના સભ્યોની સાથે ગીરમાં ચાલ્યા ગયા હતા. ગીર ની અંદર જતાં આહિર પરિવાર ની અને ચારણ પરિવાર ની બે મહિલાઓ વચ્ચે બહેન કરતાં પણ વધારે વિશેષ એવો સંબંધ બંધાયો હતો. એવામાં ચારણ પરિવાર ના એક વૃદ્ધ મહિલા તેમના ઘરે મોગલ માતાજીની પૂજા કરતા હતા. મોગલ માતા આહીર પરિવાર નું કલ્યાણ અને રક્ષણ કરે તે માટે, ચારણ પરિવારના તે વૃદ્ધ મહિલા એ કાપડ માં મોગલ માતાજી ને આહિર પરિવારને આપ્યા હતા. આ પછી આહિર પરિવારના બધા સભ્યો જે લોકો ગીરમાં ગયા હતા, ફરીથી ભગુડા માં રહેવા ચાલ્યા ગયા હતા.

તમને જણાવી દઈએ કે, ભગુડા માં આવી ને આહીર પરિવારના લોકો દ્વારા વિધિવિધાન રીતે, મોગલ માતા ની પૂજા કરવામાં આવી હતી. તેમજ આહીર પરિવારે પોતાના એક નળિયાવાળા મકાન ની અંદર એક ગોખલો હતો, ત્યાં માતાજીની સ્થાપના કરી હતી. અને ત્યારથી જ આહીર પરિવારને મોગલ માતા ઉપર ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિ છે. ઘણા લોકોનું કહેવું છે કે, ભગુડા મોગલ ધામ માં આવી ને કોઈપણ ભક્ત, મનથી માતાજી નું સ્મરણ કરે છે. તો માતાજી તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરે છે.

ભગુડા માં આહીર પરીવારે જે નળીયા વાળા મકાન ના ગોખલામાં માતાજીની સ્થાપના કરી હતી, તે જગ્યા ઉપર ૨૩ વર્ષ પહેલા એક મોટું મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે આ મંદિર ભગુડા નું મોગલ ધામ તરીકે આખા વિશ્વમાં વિખ્યાત બન્યું છે. ભગુડા મોગલ ધામ માં જે ભાવિ ભક્તો દર્શન કરવા માટે આવે છે, તે લોકોને રહેવાની અને જમવાની વ્યવસ્થા મંદિરના ટ્રસ્ટી દ્વારા કરી દેવામાં આવે છે. લોકો પણ ખૂબ જ ભાવથી દૂર ના જીલ્લા અને શહેરોમાંથી માતાજીના દર્શન કરવા માટે ભગુડા મોગલધામ આવે છે.

મોગલ ધામના ઇતિહાસ વિશે ખૂબ ઓછા લોકો જાણતા હશે, અને મોગલ ધામ ની અમુક વાતો એવી છે કે, જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. તમને જણાવી દઈએ કે મોગલ ધામમાં ખજાનચીની જવાબદારી મુસ્લિમ વ્યક્તિ સંભાળે છે. અને આ મુસ્લિમ વ્યક્તિનું નામ રમજાન શેઠ બોરડાવાળા છે. રમજાન શેઠની વાત કરીએ તો, રમજાન શેઠે પોતાના સમગ્ર પરિવારની સાથે તળાજા ની અંદર આવેલું બોરડા ગામમાં રહેતા હતા. શેઠે માતાજીની માનતા રાખી હતી કે, જો તેમનું કામ પૂરું થઈ જશે એટલે રમજાન શેઠ માતાજીના મંદિરમાં એક હજાર રૂપિયાનું દાન કરશે.

થોડા દિવસો પછી રમજાન શેઠે જે મનોકામના માની હતી, તે મનોકામના માતાજી એ પૂરી કરી હતી. તેને કારણે આહીર સમાજનાં લોકોને રમજાન શેઠે એ મંદિરમાં એક હજાર રૂપિયાનું દાન આપવાની વાત કરી હતી. રમજાન શેઠે જ્યારે આહિર પરિવારના લોકોને દાન આપવાની વાત કરી હતી ત્યારે, મંદિરની અંદર દાનપેટી હતી નહીં. તે સમયે રમજાન શેઠ દ્વારા મંદિરમાં 350 રૂપિયાની એક દાન પેટી બનાવડાવી હતી. આ પછી રમજાન શેઠે તે દાન પેટીમાં ૬૫૦ રૂપિયાનું દાન કર્યું હતું.

આ રીતે રમજાન શેઠે 1000 રૂપિયા ની માનતા ને પૂરી કરી હતી. સમય જતા રમજાન શેઠને ભગુડા વાળા માતાજી ઉપર દિવસેને દિવસે વધારે વિશ્વાસ બેસતો ગયો હતો. પછી તેમણે બીજી એક વખત મંદિરમાં ૧૦ હજાર રૂપિયાનું દાન કર્યું હતું. મોગલ ધામ મંદિરના ટ્રસ્ટીએ રમજાન શેઠની માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધાને અને આસ્થાને જોઈને તેમને મંદિરના ખજાનચી બનાવવામાં આવ્યા હતા. તે સમયથી લઈને આજ સુધી, મંદિર ની દાનપેટી રમજાન શેઠ દ્વારા જ ખોલવામાં આવે છે.

માહિતી માટે તમને જણાવીએ કે, મોગલ માતાજી ના ચાર ધામ છે, જેમાંથી પહેલું ધામ ભિમરાણા ધામ, તેમજ બીજું ધામ ગોરયાલી, તેમજ મોગલ માતાજી નું ત્રીજું ધામ રાણેસર, અને મોગલ માતાજી નું ચોથુ ધામ એટલે કે ભગુડા ધામ છે. ભગુડા ધામ ની વાત કરીએ તો, વૈશાખ સુદ ૧૨ના રોજ મોટો પાતોઉત્સવ ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ખાસ વાત તો એ છે કે ભગુડા ની અંદર આજ સુધી એક પણ વખત ચોરીની ઘટના બની નથી.

તમને જણાવી દઈએ કે, મંગળવારના રોજ મોગલ માતાજીના દર્શન કરવા, તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને કારણે ભગુડા ધામ માં માતાજીના દર્શન કરવા માટે, મંગળવાર અને રવિવારના રોજ ભારે ભીડ જોવા મળે છે. આહિર પરિવારના ૬૦ કુટુંબોનો ભેળીયો દર ત્રણ વર્ષે માતાજીને ચડે છે. ગુજરાતમાં આવેલા બેટ-દ્વારકાના ભીમરાણા ગામ માં આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ વર્ષ પહેલા મોગલ માતાજી નો જન્મ થયો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *