Hrithik Roshan એ સબા આઝાદ સાથે કર્યા છાનામાના લગ્ન? કર્યો મોટો ખુલાસો
Hrithik Roshan : હૃતિક રોશને છુપાછુપ છાનામાના લગ્ન કરી લીધા હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. 2014માં, તેણે પહેલી પત્ની સુઝૈન ખાન સાથે છૂટાછેડા લીધા હતા.
હવે, 10 વર્ષ પછી, તેઓએ સબા આઝાદ સાથે લગ્ન કર્યા હોવાના અફવાઓ ફેલાઈ છે. ચાહકો આ સમાચાર સાંભળી વિશ્વાસ કરી શકતા નથી. તેઓ કહે છે કે અમને તો ખબર હતી કે Hrithik Roshan અને સબા ગંભીર સંબંધમાં છે, પરંતુ કોઈને જાણ ન હતી કે તેઓ હંમેશા માટે એકબીજાને જોડી બાંધી લેશે.
હાલમાં ચર્ચા છે કે હૃતિક રોશન અને સબા આઝાદ ના લગ્નને ત્રણ વર્ષ પુરા થઈ ચૂક્યા છે! ચાહકો હૃતિકના દરેક સમાચારને લઈને ઉત્સુક રહે છે, અને થોડા સમય પહેલા જ્યારે એવું જાણવા મળ્યું હતું કે હૃતિક અને સબા વચ્ચે દૂરી આવી છે.
ત્યારે લોકો ચિંતિત થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ તેઓને એકસાથે ડિનર ડેટ પર જોવા મળ્યા, અને હવે તો સમાચાર આવી રહ્યા છે કે તેઓએ છુપે છુપે લગ્ન કરી લીધા છે.
હાલમાં હૃતિકે ઈન્સ્ટાગ્રામ પર સબાના રેટ્રો લૂકમાંનો ફોટો શેર કર્યો છે, જેમાં હૃતિક રોશન બ્લેક ટી-શર્ટ, પેન્ટ અને ટોપી પહેરેલો છે. આ સાથે હૃતિકે કૅપ્શનમાં લખ્યું, “હેપ્પી એનિવર્સરી પાર્ટનર… 1-10-2024.”
સબાએ પણ આ જ ફોટો શેર કરીને લખ્યું, “હેપ્પી 3 વર્ષ, પાર્ટનર.” આ પોસ્ટ જોઈને ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક ચાહકોને આ કૅપ્શનનો અર્થ તરત જ સમજાયો નહીં, પરંતુ ટૂંક સમયમાં કૉમેન્ટ્સની ઝરમર લાગી.
એક ચાહકે પૂછ્યું, “હૃતિક, શું તમે સબાથી લગ્ન કર્યા છે?” તો બીજાએ લખ્યું, “ના, તેઓ ફક્ત ત્રણ વર્ષથી સાથે છે.” વધુ એક ચાહકે કમેન્ટ કર્યું કે, “જો તમે સબા સાથે લગ્ન કરશો, તો તે હિન્દુ ધર્મ અપનાવશે?”
આ તમામ ટિપ્પણીઓમાં એક વાત સ્પષ્ટ છે કે, હૃતિક અને સબા છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાની સાથે છે, અને આ એનિવર્સરી તેમના સંબંધની છે, પરંતુ આ દંપતીએ હજી લગ્ન નહીં કર્યા હોવા છતાં ચાહકો ઈચ્છે છે કે તેઓ જલદી જલદી લગ્ન કરી લે.
2022માં, હૃતિક અને સબાએ જાહેરમાં તેમના સંબંધની પુષ્ટિ કરી હતી, અને હવે ચાહકો તેમને જીવનસાથી તરીકે જોવાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
વધુ વાંચો: