Ibrahim Ali Khan એ પટાવી બે છોકરાની મા, લોકોએ કહ્યું- પલક EX થઇ ગઈ
Ibrahim Ali Khan : બોલિવૂડના સ્ટારકિડ્સે હંમેશા પોતાની જાતને ચર્ચામાં રાખી છે. ક્યારેક પોતાના ડેબ્યૂને લઇને તો ક્યારેક પોતાની લવ લાઇફને લઇને. ઇબ્રાહિમ અલી ખાન પણ બોલિવૂડના લોકપ્રિય સ્ટારકિડ્સમાંથી એક છે.
પોતાની ફિલ્મોમાં ડેબ્યૂ કરતા વધુ તે પલક તિવારી સાથેના રિલેશનશિપને લઇને હેડલાઇન્સમાં રહ્યો છે. તાજેતરમાં એવી અફવાઓ હતી કે ન્યૂ યરનો જશ્ન તેણે પલક તિવારી સાથે મનાવ્યો હતો. બંનેને મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યાં હતા, જેના બાદ ચર્ચા ઉઠી હતી.
પરંતુ તાજેતરમાં ઇબ્રાહિમ, પલક તિવારી સાથે નહીં પરંતુ 23 વર્ષની એક્ટ્રેસ શ્રીલીલા સાથે જોવા મળ્યો, જે 21 વર્ષની ઉંમરમાં જ બે દિવ્યાંગ બાળકોની મા બની ચૂકી છે. બંનેને સાથે મોજમસ્તી કરતા જોઇને ફેન્સ સોશિયલ મીડિયા પર મજાક કરી રહ્યાં છે.
View this post on Instagram
Ibrahim Ali Khan નો બોલિવૂડ ડેબ્યૂ
ઇબ્રાહિમ ટૂંક સમયમાં ફિલ્મ ‘દિલેર’ દ્વારા સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 2025માં તે બોક્સ ઓફિસ પર અન્ય સ્ટારકિડ્સને ટફ કોમ્પિટિશન આપશે. તાજેતરમાં, Ibrahim Ali Khan અને સાઉથની સેંસેશનલ એક્ટ્રેસ શ્રીલીલાને સાથે જોવા મળતાં ફેન્સમાં ચર્ચા થઈ હતી કે હવે પલક તિવારી ઇબ્રાહિમની “એક્સ” બની ચૂકી છે.
શ્રીલીલા સાથે પોઝ અને હગ
સોશિયલ મીડિયા પર એક વાયરલ વીડિયો દર્શાવે છે કે ઇબ્રાહિમ અને શ્રીલીલા સ્મિત સાથે બહાર નીકળે છે અને પેપ્સ માટે પોઝ આપે છે. આ દરમિયાન ઇબ્રાહિમે શ્રીલીલાને પ્રેમથી હગ પણ કર્યુ.
શ્રીલીલાનો ગ્લેમરસ લુક
શ્રીલીલા લાઇટ પિંક બ્રાલેટ, બ્લુ ડેનિમ જેકેટ અને રફ જીન્સમાં જોવા મળી. પિંક સ્લીપર્સ, ઇયરરિંગ્સ અને ઓપન હેર સાથે તેનો લુક ગોર્જિયસ લાગી રહ્યો હતો. બીજી તરફ, ઇબ્રાહિમ ડાર્ક ગ્રીન શર્ટ અને બ્લેક પેન્ટ સાથે વ્હાઇટ સ્નીકર્સ અને બ્લેક સનગ્લાસમાં સ્માર્ટ લાગી રહ્યો હતો.
શ્રીલીલાની માતાને મળ્યો ઇબ્રાહિમ
આ સમય દરમિયાન Ibrahim Ali Khan શ્રીલીલાની માતાને મળ્યા અને પ્રેમથી હગ કર્યો, જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ. ફેન્સે આ વીડિયોને લઈને પલક તિવારીની મજાક ઉડાવી છે. કેટલાકે કમેન્ટ કર્યું, “પલક રિટાયર થઈ ગઈ છે,” તો કેટલાકે લખ્યું, “શ્રીલીલા પલક કરતા વધુ સારી છે.” એક યૂઝરે મજાકમાં લખ્યું, “નવી જીજાની એન્ટ્રી થઈ ગઈ છે.”
શ્રીલીલાએ 2022માં બે દિવ્યાંગ બાળકોને દત્તક લઇ લોકોના દિલ જીતી લીધા હતા, જે હવે ફરી તેની લોકપ્રિયતાનું કારણ બની રહ્યું છે.
વધુ વાંચો: