ભાઈસાબ ઠાઠ હોય તો Nita Ambani જેવા, કરોડોની ગાડીમાં સાડી ખરીદવા..
Nita Ambani : ભારતના જ નહીં પરંતુ દુનિયાના સૌથી ધનાઢ્ય પરિવારોમાં અંબાણી પરિવારની ગણતરી કરવામાં આવે છે. આ પરિવારના દરેક સભ્યની અલગ ઓળખ છે.
પણ જો લાઈમલાઈટની વાત કરીએ તો Nita અંબાણી સતત ધ્યાન આકર્ષિત કરતી રહે છે. નીતા અંબાણી પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ઉત્તમ ફેશન સેન્સ માટે જાણીતી છે, અને બોલીવૂડની હસીનાઓને પણ પાછળ રાખી દે છે.
હાલમાં જ નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેમની જાહોજલ્લાની ઝલક જોઈને કોઈ પણ ચકિત થઈ જાય. એવામાં, નીતાબેનના આ વર્તમાન ચરચિત મામલાની વાત કરીએ તો તે ખૂબ જ રસપ્રદ છે.
‘ધ હાઉસ ઓફ અંગડી’ના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં નીતા અંબાણીના સ્ટોર પર જવા અંગેની ખાસ નોંધ રજૂ કરવામાં આવી હતી.
View this post on Instagram
આ પોસ્ટમાં સ્ટોરની વિઝિટર બુકમાં નીતા અંબાણીએ લખેલી એક સુંદર નોટનો ફોટો શેર કરવામાં આવ્યો હતો. ફોટોમાં, નીતા અંબાણી રાધારમણ સાથે સ્ટોરમાં જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખાયું હતું, “નીતા અંબાણી, તમારા સ્નેહ માટે આભાર.”
નીતા અંબાણીએ વિઝિટર બુકમાં સ્ટોરના વખાણ કરતાં લખ્યું હતું કે અહીં આવીને ભારતીય વારસાનો અનુભવ કરવો અદભુત અને પ્રેરણાદાયક છે. આ ખાસ ક્ષણનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર લોકોના દિલ જીતી રહ્યો છે અને સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
વધુ વાંચો: