google-site-verification: googlec8654436f05b508b.html

અસુરક્ષિત બની રહ્યું છે સુરત! બેફામ બન્યા લુખ્ખા તત્વો / સુરતમાં કોઈના બાપની બીક રાખ્યા વગર બોસ ગેંગના ટપોરીઓએ ચાલુ કારે ચપ્પુ વડે કર્યો હુમલો, વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે

અસુરક્ષિત બની રહ્યું છે સુરત! બેફામ બન્યા લુખ્ખા તત્વો / સુરતમાં કોઈના બાપની બીક રાખ્યા વગર બોસ ગેંગના ટપોરીઓએ ચાલુ કારે ચપ્પુ વડે કર્યો હુમલો, વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે

સુરત શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, કોણ જાણે કે ખાખી વર્દીનો કોઈ પણ પ્રકારનો ડર જ ના રહ્યો હોય તે રીતે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. સુરત ધીમે ધીમે અસુરક્ષિત બની રહ્યું હોય તેનું જીવતું જાગતું ઉદાહરણ જ સામે આવ્યું છે. શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં લકઝરીયસ કાર ચાલક પર બાઇક સવાર દ્વારા ચપ્પુ વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર અને સામે આવેલા વિડીયો મુજબ વાત કરવામાં આવે તો લકઝરીયસ કાર લઈને જઈ રહેલા કાર ચાલક પર સ્પોર્ટ્સ બાઇક પર આવેલા બે અજાણ્યા ઈસમો પૈકી ચપ્પુ વડે કાર પર હુમલો કરી રહ્યો હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે.

વિડીયોમાં તમે સ્પષ્ટ પણે જોઈ શકો છો કે, ઘાતક હત્યાર સાથે કાર ચાલક પર ચપ્પુથી હુમલો કરવામાં આવી રહ્યો છે. ચાલકે સુજબૂજ વાપરી હુમલાખોરોનો વિડીયો ઉતારી લીધી હતો. મળતી માહિતી અનુસાર, વિડીયોમાં દેખાતા BOSS ગેંગના સભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. BOSS ગેંગ અસ્સી પચપનથી ઓળખાય છે.

વિડીયોમાં દેખાતા BOSS ગેંગના સભ્યો સચિન GIDC વિસ્તારના રહીશો હોવાનું સામે આવ્યું છે. ચર્ચા ચાલી રહી છે કે, કોઈ સોપારી કિલિંગ હેઠળ કારચાલક પર હુમલો કરવામાં આવ્યો છે. પરંતુ લકઝરીયસ કાર ચાલકની હિંમતએ પોતાનો જીવ બચાવ્યો હતો અને આ વિડીયો ઉતારી લીધો હતો.

આપણે સૌ જાણીએ છીએ કે, સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. રાજ્યનું ગૃહ પણ ઉનાળાના વેકેશન ઉપર હોય એવું લાગે છે, કારણ કે 48 કલાકમાં સુરતમાં એક હત્યાનો ગુનો દાખલ થતો હોય છે. ત્યારે આ પ્રકારે હુમલાનો બનાવ સામે આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *