Isha Ambani ને રક્ષાબંધનમા અનંત અને આકાશે ગિફ્ટમા શું આપ્યું?
Isha Ambani : એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણીની લાડકી દીકરી Isha Ambani માત્ર પપ્પાની જ નહીં.
પરંતુ આખા અંબાણી પરિવારમાં ખાસ સ્થાન ધરાવે છે. ખાસ કરીને તે પોતાના બંને ભાઈઓ આકાશ અંબાણી અને અનંત અંબાણીની ખૂબ જ લાડકી છે.
આકાશ અને અનંત, બંને ભાઈઓ, રક્ષા બંધનની ઉજવણીમાં કોઈ કસર નથી છોડતા. 2024ની રક્ષા બંધન ખૂબ જ ખાસ થવાની છે, કારણ કે આ અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછીનો પહેલો રક્ષા બંધન હશે.
જ્યારે ઈશા અંબાણી એન્ટિલિયામાં પરિવાર સાથે રક્ષા બંધન મનાવશે, ત્યારે આખો Ambani પરિવાર ફરીથી લાઈમલાઈટમાં આવશે. અંબાણી પરિવારના રક્ષા બંધનના તહેવારમાં ભાઈઓ દ્વારા અપાતી ગિફ્ટ્સ પણ ખૂબ ચમકે છે.
બહેનો માટે ભાઈઓ દ્વારા આપવામાં આવેલી ગિફ્ટ્સ અનમોલ હોય છે, પરંતુ અંબાણી પરિવારમાં આપવામાં આવેલી ગિફ્ટ્સ વિશે લોકોને હંમેશા ઉત્સુકતા રહે છે.
2023માં, રક્ષા બંધનના સમયે, આકાશે ઈશા અંબાણીને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા બંગલાની ગિફ્ટ આપી હતી, જેની કિંમત 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ બંગલો તામામ લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે. અનંત અંબાણીએ પણ ઈશાને ખાસ ગિફ્ટ આપી હતી – 10 કરોડ રૂપિયા કિંમતની હીરાથી સજ્જ ઘડિયાળ.
અંબાણી પરિવાર હંમેશા પોતાની વૈભવી લાઈફસ્ટાઈલ અને શાનદાર ગિફ્ટ્સ માટે ચર્ચામાં રહે છે. હવે જોઈએ કે આ વખતની રક્ષા બંધનમાં ઈશા અંબાણીને શું ખાસ ગિફ્ટ મળી છે!
વધુ વાંચો: