Isha Ambani ને રક્ષાબંધન પર આટલી મોંઘી ગિફ્ટ આપે છે આકાશ-અનંત..
Isha Ambani : એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાંથી એક એવા મુકેશ અંબાણી ની લાડકવાયી ઈશા અંબાણી માત્ર પપ્પા જ નહીં પણ આખા પરિવારની લાડકી છે, અને ખાસ કરીને તે પોતાના બંને ભાઈ આકાશ અંબાણી અને અનંત અંબાણીની ખૂબ જ લાડકવાયી છે.
બંને ભાઈઓ, આકાશ અને અનંત, ઈશાના દરેક દિવસને ખાસ બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખતા, અને 2024ની રક્ષા બંધન તો ખૂબ જ ખાસ થવાની છે. આ વિશેષ તહેવારનું કારણ છે અનંતની વાઈફ રાધિકા મર્ચન્ટ.
અનંત અને રાધિકાના લગ્ન બાદની આ પહેલી રક્ષા બંધન પર, જ્યારે ઈશા અંબાણી એન્ટિલિયા ખાતે હશે, ત્યારે આખો અંબાણી પરિવાર ફરીથી લાઈમલાઈટમાં આવશે.
અંબાણી પરિવારના રક્ષા બંધનના તહેવારમાં, ભાઈઓ અનંત અને આકાશ દ્વારા બહેન ઈશાને આપવામાં આવેલી ગિફ્ટ્સ પણ લાઈમલાઈટ ચોરી લે છે.
દરેક બહેન માટે ભાઈએ આપેલી ગિફ્ટ અનમોલ જ હોય છે, પણ તેમ છતાં લોકોને અંબાણી પરિવારમાં આપવામાં આવેલા ગિફ્ટ્સને લઈને ખૂબ જ ઉત્સાહ રહે છે. ચાલો, જાણીએ કે આખરે ગયા વર્ષે ઈશા અંબાણી ને બંને ભાઈઓએ શું ગિફ્ટ્સ આપી હતી.
રિપોર્ટ્સ અનુસાર, 2023માં રક્ષા બંધન પર આકાશે ઈશા અંબાણીને સ્વિટ્ઝરલેન્ડમાં આવેલો બંગલો ગિફ્ટ કર્યો હતો. આ બંગલાની કિંમત 80 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બંગલો તામમ લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ છે.
વાત કરીએ અંબાણી પરિવારના નાના કાનકુંવર અનંતની તો, અનંત અંબાણીએ ઈશાને રાડોની એક ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી. હીરાથી જડેલી આ ઘડિયાળની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
ભાઈસાબ, આ તો અંબાણી પરિવારની રક્ષા બંધન છે, ખાસ તો હોવાની જ. અંબાણી પરિવાર હંમેશા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને ગિફ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. હવે જોઈએ આ વખતની રક્ષા બંધનમાં ઈશા અંબાણીને શું ખાસ ગિફ્ટ્સ મળે છે.
વધુ વાંચો: