કોણ છે Ishan Kishan ની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા? કેવી રીતે લવ સ્ટોરી..
Ishan Kishan : ભારતીય ક્રિકેટર ઈશાન કિશન તેના સ્ટાઇલિશ અંદાજ માટે જાણીતા છે. હજારો યુવતીઓનો ક્રશ Ishan Kishan હકીકતમાં તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાના પ્રેમમાં ઘાયલ છે.
ઈશાન કિશન ની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડેલ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય છે. અદિતિ હુંડિયા તેના સ્ટાઇલિશ લુક અને ગ્લેમરસ અંદાજને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોઝ અદિતિના આકર્ષક સ્ટાઈલને બખૂબી દર્શાવે છે.
કેટલાક પ્રસંગોમાં ઈશાન કિશન અને અદિતિ હુંડિયાને સાથે જોઈ શકાય છે, અને અનેક મીડિયા રિપોર્ટ્સમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે અદિતિ અને ઈશાન વચ્ચે પ્રેમસબંધ છે. અદિતિની ઈશાન સાથેની કેટલીક તસવીરો તેના જન્મદિવસે વાયરલ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે અદિતિ હુંડિયા IPL દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સની કેટલીક મેચોમાં ઈશાન કિશનને સપોર્ટ કરવા માટે હાજર રહી છે. અદિતિ મૉડેલિંગ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ મારફતે સારી કમાણી કરે છે.
મીડિયા અહેવાલો અનુસાર, અદિતિ હુંડિયાની નેટવર્થ 2 થી 3 મિલિયન ડોલરની વચ્ચે હોવાનો અંદાજ છે. અદિતિએ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.
Ishan Kishan ની ગર્લફ્રેન્ડ કોણ?
હાલ સુધીમાં ઈશાન કિશને તેમના સંબંધો વિશે જાહેરમાં કશી ટિપ્પણી નથી કરી, પરંતુ મેદાન પર તેની સિદ્ધિઓ પર અદિતિએ કરેલી પોસ્ટ્સ તેમના સંબંધોની ઝલક આપે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઈશાન કિશને 2021માં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય કેપ મેળવી, ત્યારે અદિતિએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેપ સમારંભનો વીડિયો શેર કર્યો હતો.
અદિતિ હુંડિયા 2017માં ફેમિના મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી હતી અને 2018માં મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકી છે.
વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. તેણે ભારત માટે તેની છેલ્લી મેચ નવેમ્બર 2023માં રમી હતી, અને હજુ સુધી તે ટીમમાં વાપસી કરી શક્યો નથી.
જો કે, આ સમયગાળામાં ઇશાનને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ઝારખંડ ક્રિકેટ ટીમનો કેપ્ટન તરીકે ઇશાન કિશનને પસંદ કરવામાં આવ્યો છે.
હવે તે ડોમેસ્ટિક ક્રિકેટ દ્વારા ટીમ ઈન્ડિયામાં ફરી પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે. ઈશાન બુચી બાબુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમશે, જેમાં તેના સાથે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર પણ ભાગ લેશે.
ક્રિકઇન્ફોના એક અહેવાલ મુજબ, ઝારખંડે ઇશાન કિશનને કેપ્ટન બનાવ્યો છે અને તે બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે, જે તમિલનાડુમાં યોજાશે. આ માટે તે ટૂંક સમયમાં ચેન્નાઈ જશે.
આ પહેલાં, તેની પસંદગીની જાહેરાત કરવામાં આવી ન હતી, પરંતુ ત્યારબાદ તેને આ મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી. ઇશાને પોતે આ ટૂર્નામેન્ટમાં રમવાનું નક્કી કર્યું અને આ અંગે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન સાથે ચર્ચા કરી. આ ટૂર્નામેન્ટ બાદ ઇશાન રણજી ટ્રોફીમાં પણ ભાગ લઈ શકે છે.