આ તે કેવું Kidnapping..! જેણે કર્યું એને છોડવા તૈયાર જ ન થયું બાળક..
Kidnapping : રાજસ્થાનના જયપુરમાં એક અનોખો Kidnapping નો કિસ્સો સામે આવ્યો છે. 14 મહિનાથી એક સાથે રહેલા બાળક અને અપહરણકર્તા વચ્ચેનું લાગણીસભર સંબંધ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો. જયારે પોલીસ બાળકોને અપહરણકર્તા પાસેથી છોડાવતી હતી, ત્યારે બંને એકબીજાના વિયોગમાં રડવા લાગ્યા.
14 મહિના પહેલા થયેલું Kidnapping
આ કિસ્સો 14 જૂન 2023નો છે જ્યારે 11 મહિનાના બાળક કુક્કુ ઉર્ફે પૃથ્વીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી તનુજ ચાહર, જે ઉત્તર પ્રદેશના એક સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ છે, અને તેના કેટલાક સહયોગીઓએ મળીને આ Kidnapping કર્યું હતું.
પોલીસે ઘણી કોશિશો કરી હતી પરંતુ તેઓ તેને પકડવામાં નિષ્ફળ ગયા હતા. પોલીસે તેની ધરપકડ માટે 25,000 રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.
ઉપહરણકર્તા અને બાળકનો 14 મહિના લાંબો સાથ
અપહરણ બાદ, તનુજએ પોતાનો દેખાવ બદલીને સંતનો વેશ ધારણ કર્યો અને મથુરા-વૃંદાવનના પરિક્રમા માર્ગ પર એક ઝૂંપડીમાં રહેવા લાગ્યો. તે સાથે પૃથ્વી પણ હતો, જેને તેણે “સાધુ” બનાવીને સાથે ફરાવતો હતો.
આ 14 મહિનાના સમયગાળામાં, તે બાળકની સંપૂર્ણ રીતે કાળજી રાખતો હતો, તેને રમકડાં અને કપડાં પણ આપતો હતો. આ કારણે, પૃથ્વી તેના સાથે એટલો બંધાઈ ગયો હતો કે તે તેને છોડવા તૈયાર ન હતો.
કેવી રીતે પકડાયો અપહરણકર્તા?
પોલીસે એક ઈનપુટના આધારે વેશપલટો કરીને આરોપીના ઝૂંપડા સુધી પહોંચી. પરંતુ તનુજને પોલીસના આગમનની જાણ થઇ ગઈ હતી અને તે બાળકને ખોળામાં લઈને ખેતરમાં ભાગી ગયો. ત્યારબાદ 27 ઓગસ્ટે પોલીસ તેને પકડી પાડવામાં સફળ રહી.
કિડનેપરને છોડવા નહોતો માગતો માસૂમ, કિડનેપર પણ રડી પડ્યો, જયપુરનો વીડિયો થયો વાઈરલ#Jaipur #Rajasthan #Child #Kidnapper #ViralVideo #Gscard #Gujaratsamachar pic.twitter.com/YPGKau4qp9
— Gujarat Samachar (@gujratsamachar) August 30, 2024
બાળકો અને અપહરણકર્તા વચ્ચેના લાગણીસંબંધ
અપહરણકર્તા ની ધરપકડ બાદ જયપુર પોલીસ સ્ટેશન પર બાળકના માતા-પિતા આવ્યા. જયારે પોલીસે બાળકને તેના માતા-પિતાને સોંપવાનો પ્રયાસ કર્યો, ત્યારે પૃથ્વી તેના અપહરણકર્તાને છોડવા તૈયાર ન હતો. તે જોર જોરથી રડતો અને તનુજને ગળે લગાડતો રહ્યો.
વાઇરલ થયો વીડિયો
આ હ્રદયસ્પર્શી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડિયોમાં, બાળક ને છોડાવતા જોઇને લોકોના મનમાં બંનેના વચ્ચેના બાંધછોટે લાગણીનો સ્પર્શ થયો.