જન્મથી જ અંધ દીકરી કોઈપણ કોચિંગ વગર IAS બની,માતા પિતાની આંખો માંથી ખુશીના આંસુ છલકાઈ ગયા.
જો જીવનમાં કઈ કરવાની ઈચ્છા હોઈ તો વ્યક્તિ ક્યારેય જીવન માં પાછો નાતી પડતો, તે વાત નું સુંદર ઉદાહરણ આયુષી એ આપ્યું છે. અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. આ દીકરી આજે આખા દેશના યુવાનો માટે પ્રેરણાના બની છે. આયુષી જન્મથી અંધ છે. પરંતુ તેના સપના ખુબ જ મોટા હતા અને તેને તે પુરા કર્યા.
આયુષી જન્મથી અંધ છે. આયુષી અંધ હતી પણ તેના સપના બહુ મોટા હતા.ઘણા લોકો એવા હતા કે તેમને ધારણા બેસાડી દીધી હતી કે આયુષી અંધ હોવાના કારણે તેના જીવનમાં કઈ જ નહિ કરી શકે. માટે આયુષીએ નક્કી કર્યું કે તે દેશની સૌથી કઠિન માંથી કઠિન UPSC ની પરીક્ષા પાસ કરીને IAS બનશે.
ઘણા લોકો હતા કે જેમને આયુષીના સપનાની મજાક પણ ઉડાવી હશે પણ જો મન મક્કમ હોય તો વ્યકતિ કોઈ પણ મુકામ હાસિલ કરી શકે છે.આયુષીના પિતા અને ભાઈ તેને ચોપડીઓ વાંચીને સંભળાવતા હતા અને આયુષી તેને પોતાના ફોનમાં રેકોર્ડ કરતી હતી અને પાછી તેને વારંવાર સાંભળીને પોતાની તૈયારી કરી હતી.
અને આયુષીની મહેનત રંગ લાવી અને બંને આંખોથી અંધ હોવા છતાં આયુષીએ UPSC માં ૪૮ મોં નંબર લાવીને બધાને ચોંકાવી દીધા. આયુષીએ આખરે અંધ હોવા છતાં પોતાનું IAS બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું.
માતા પિતાને આજે પોતાની દીકરી પર ખુબજ ગર્વ છે. આયુષીએ કહ્યું કે લોકો જીવનમાં નાની નાની વાતોને લઈને હાર માની લે છે અને પોતાનું લક્ષ પ્રાપ્ત નથી કરી શકતા. જો હું કરી શકું છું તો તમે પણ તમારા જીવનમાં બધું જ કરી શકો છો. જીવનમાં કયારેય હાર નહિ માનવી જોઈએ.