આ તો હજી સારો છે… જાન્હવી કપૂર અને વરુણ ધવનના બીજા બોલ્ડ ફોટો જોઈ આવી જશે શરમ

આ તો હજી સારો છે… જાન્હવી કપૂર અને વરુણ ધવનના બીજા બોલ્ડ ફોટો જોઈ આવી જશે શરમ

Janhvi Kapoor and Varun Dhawan: વરુણ ધવન અને જાન્હવી કપૂરે તેની ફિલ્મ બવાલ રિલીઝ થાય તે પહેલા જ ઈન્ટરનેટ પર બવાલ મચાવી દીધો છે. બંને કલાકારોએ એવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે કે કોઈની સામે ફોટો જોતાં પણ શરમ આવી જાય. વરુણ ધવન અને જાન્હવી કપૂર તેની ફિલ્મ માટે તો ચર્ચામાં હતાં જ પરંતુ હાલ તો બંનેની ચર્ચા આ બોલ્ડ ફોટોશૂટના કારણે થઈ રહી છે.

તાજેતરમાં જ જાન્હવી કપૂર અને વરુણ ધવને આ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ ખળભળાટ મચાવી રહી છે. કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેની સ્ટાર કાસ્ટ ફોટોશૂટ કરાવતી હોય છે. આ એકદમ સામાન્ય વાત છે. પરંતુ આ વખતે જાન્હવી અને વરુણ ધવને તો તમામ હદો પાર કરી દીધી છે. આ બંને કલાકારો બવાલ ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને સ્ટાર્સે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના બોલ્ડ ફોટોશૂટના ફોટો પણ શેર કર્યા છે. આ ફોટોશૂટ એટલું બોલ્ડ છે કે ફોટો જોઈને ભલભલાંને શરમ આવી જાય.

આ તસવીરોમાં બંને ખૂબ જ હોટ લાગી રહ્યા છે. કેટલીક તસવીરોમાં જાન્હવી વરુણના ખોળામાં પણ બેઠી છે. આ ફોટોશૂટ માટે અભિનેત્રીએ બ્લેક ટ્યુબ ડ્રેસ પહેર્યો છે. તસવીરના કેપ્શનમાં જાન્હવી કપૂરે બ્લેક હાર્ટ રાખ્યું છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થયા પછી વાયરલ થઈ રહી છે.

લોકો તેના પર વરુણ ધવનની પત્નીને લઈને પણ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે જાન્હવી કપૂર વરુણ ધવનના છૂટાછેડા કરાવશે… અન્ય એક યુઝરે લખ્યું છે કે આ બધું નતાસા સહન નહીં કરી શકે… જાન્હવી કપૂર અને વરુણ ધવનની ફિલ્મ બવાલ 21 જુલાઈ 2023ના રોજ એમેઝોન પ્રાઇમ પર રીલિઝ થઈ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *