અંબાણીનું ખાઈને Janhvi Kapoor ની બગડી તબિયત, થઈ આ ગંભીર તકલીફ
Janhvi Kapoor : બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની તબિયત અચાનક બગડવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. Janhvi Kapoor ને આજે, એટલે કે 18મી જુલાઈએ ફૂડ પોઈઝનિંગના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
રિપોર્ટ્સ મુજબ, ખરાબ તબિયતને કારણે જાહ્નવી કપૂરે તેના તમામ વર્ક કમિટમેન્ટ્સ મોકૂફ રાખ્યા છે. રિપોર્ટ્સ મુજબ, બુધવારથી જ જાહ્નવી કપૂરની તબિયત બગડી રહી છે.
Janhvi Kapoor હોસ્પિટલમાં દાખલ
મીડિયા રિપોર્ટ મુજબ, બુધવારે જાહ્નવી કપૂરને નબળાઈ અને બેચેની અનુભવાઈ હતી, જેના કારણે તે આરામ કરી રહી હતી. આ પછી, જાહ્નવી કપૂરને ગુરુવારે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
જાહ્નવી કપૂરના એક નજીકના મિત્રએ મીડિયાને જણાવ્યું હતું કે જાહ્નવી કપૂરે ગુરુવારે આખા અઠવાડિયા માટે તેની તમામ એપોઈન્ટમેન્ટ્સ સ્થગિત કરી દીધી છે.
બુધવારે જાહ્નવી કપૂરની તબિયત બગડી
બુધવારે બેચેની અનુભવ્યા પછી Janhvi Kapoor ની તબિયત ગુરુવારે વધુ બગડી, ત્યારબાદ પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો જેથી તેને યોગ્ય તબીબી સારવાર મળી શકે.
Janhvi Kapoor hospitalised due to food poisoning
Read @ANI Story | https://t.co/jA0ABU2mMR#JanhviKapoor #FoodPoisoning #Bollywood pic.twitter.com/TkD3tQeirC
— ANI Digital (@ani_digital) July 18, 2024
હાલમાં તેની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ નબળાઈ અનુભવી રહી છે. રિપોર્ટ મુજબ, જાહ્નવી કપૂરને 19 જુલાઈએ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જાહ્નવી કપૂરે આ સમાચારો પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જાહ્નવી કપૂરની ફિલ્મ ‘ઉલ્ઝ’ ક્યારે રિલીઝ થશે?
Janhvi Kapoor ના કામની વાત કરીએ તો, તેની ફિલ્મ ‘ઉલ્ઝ’ ટૂંક સમયમાં જ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે ગુલશન દેવૈયા જોવા મળશે.
આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સૌથી યુવા ડેપ્યુટી કમિશનર સુહાના ભાટિયાના રોલમાં જોવા મળશે. સુધાંશુ સરિયાએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. જો ફિલ્મની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 2 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે.
વધુ વાંચો: