Jay Bhanushali ગુલાબી મેક્સી પહેરીને કેમ ફરે છે? બાળકોની સામે જોઈને શરમથી થયો લાલ
Jay Bhanushali : ટીવી એક્ટર Jay Bhanushali તેની એક્ટિંગની સાથે કોમેડી સ્ટાઇલ માટે પણ જાણીતા છે. જય ભાનુશાળી અવારનવાર પોતાની દીકરી તારા સાથેના વીડિયો શેર કરે છે. જય ભાનુશાળી પોતે દીકરીના પ્રેમમાં નાનો બાળક બની જાય છે.
હાલમાં, જ જય ભાનુશાળીએ તેની દીકરીને ખુશ રાખવા માટે કંઈક અલગ કર્યું, જેના પછી અભિનેતા જય ભાનુશાળીને શરમ પણ ખુબ જ આવી. વાસ્તવમાં, તેની પુત્રીના કહેવા પર, જય ભાનુશાળીએ પત્ની માહીનો ગુલાબી મેક્સી ડ્રેસ પહેર્યો હતો અને જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જય ભાનુશાળી ગુલાબી રંગની મેક્સી પહેરીને ઘરમાં ધૂમ મચાવી રહ્યો હતો. જય ભાનુશાળી તેના બાળકોને જોતા જ શરમથી લાલ લાલ થઈ જાય છે અને બાથરૂમની તરફ દોડવા લાગે છે. જયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
Jay Bhanushali નો ગુલાબી મેક્સી ડ્રેસમાં વિડીયો
View this post on Instagram
જયે ગુલાબી મેક્સી કેમ પહેરી?
ગુલાબી મેક્સીનો વીડિયો જય ભાનુશાળીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે . જેમાં ખુદ જય ભાનુશાળીએ કોમેન્ટ કરીને આ કરવા પાછળ નું કારણ બતાવ્યું છે. જય ભાનુશાળી એ વીડિયોની કોમેન્ટમાં કહ્યું કે, “મેં આ ગુલાબી મેક્સી પહેરી છે કારણ કે દીકરી તારા મને આ રીતે જોવા માંગતી હતી.” મેં તેને ખુશ કરવા માટે આ મેક્સી પહેરી છે.
પરંતુ, આ વીડિયો શેર કર્યા બાદ હવે મને ખુબ જ શરમ લાગી રહી છે. આ વીડિયોમાં જય ભાનુશાલી ગુલાબી રંગની મેક્સી પહેરીને રૂમમાંથી બહાર આવે છે. અને તેમના બાળકો પણ સામે ઉભા છે. Jay Bhanushali નો ચહેરો શરમથી લાલ થઈ જાય છે અને તે પોતાના બાળકોને હાઈ-ફાઈ આપે છે. બાદમાં જય ભાનુશાળી શરમથી લાલ થઈને સીધો બાથરૂમની તરફ દોડતો બતાવવામાં આવ્યો છે.
કેટલાક લોકોએ મજાક ઉડાવી..
ઘણા લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને Jay Bhanushali ના વખાણ કર્યા છે. અને બીજા ઘણા લોકોએ ખરાબ કોમેન્ટ પણ કરી છે. Jay Bhanushali ના આ ડ્રેસ વિશે ટીવી કલાકારોએ પણ રમૂજી કોમેન્ટ્સ પોસ્ટ કરી છે. એક યુઝરે જય ભાનુશાળીને એમ પણ કહ્યું કે, માહીની મેક્સી ઢીલી થઈ જશે. મજાકમાં Jay Bhanushali ને દીકરી કહેતા એક યુઝરે તેને સુંદર પણ કહી દીધી. એક ટીવી અભિનેતાએ કહ્યું, જય ભાનુશાલી, તમે છોકરીઓ કરતા પણ વધારે સુંદર લાગી રહ્યા છો.
મેક્સીમાં પપ્પાને જોઈને તારાએ ચીસ પાડી
ગુલાબી મેક્સીમાં Jay Bhanushali ને જોઈને તારા અને બીજા બાળકો મોટેથી હસવા લાગ્યા. જયારે જય ગુલાબી રંગનો મેક્સી ડ્રેસ પહેરીને બહાર આવે છે ત્યારે મેક્સી ડ્રેસમાં પપ્પાને જોઈને તારાનો ચહેરો ચમકી ગયો. જેથી જય ભાનુશાળી શરમ અનુભવે છે અને રૂમમાં જઈને દરવાજો બંધ કરી દે છે.
સેલેબ્સની કોમેન્ટ– ‘પાપા તુસ્સી ગ્રેટ’
Jay Bhanushali ના આ વીડિયોએ તેના ચાહકોને ભાવુક બનાવી દીધા છે અને તેઓ તેના વખાણ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું, ‘પાજી તુસ્સી મહાન હો’. અન્ય એક ચાહકે કહ્યું.’આ સાબિત કરે છે કે પિતા તેમની પુત્રીઓ માટે કંઈ પણ કરી શકે છે,’
જય ભાનુશાળી ગયા વર્ષે ટીવી શો ‘હમ રહે ના રહે હમ’ માં જોવા મળ્યો હતો. તેણે ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 3’ પણ હોસ્ટ કરી હતી. તેણે હજુ સુધી કોઈ નવા કામની જાહેરાત કરી નથી.
જય ભાનુશાલી વર્કફ્રન્ટ
Jay Bhanushali 11 વર્ષ બાદ ફિક્શન શોમાં પરત ફરી રહ્યો છે. 2012 માં, તે કલર્સ ચેનલ પર પ્રસારિત થતા શો “કેરી: રિશ્તા ખટ્ટા મીથા” માં જોવા મળ્યો હતો. પછી તેણે “નચ બલિયે સિઝન 5” માં ભાગ લીધો અને તે વિજેતા બન્યો. તેણે ખતરોં કે ખિલાડી સીઝન 7 અને બિગ બોસ સીઝન 15 માં પણ કામ કર્યું છે. જય ભાનુશાળીએ ડાન્સ ઈન્ડિયા ડાન્સ 3, ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિલ માસ્ટર્સ 2, ડાન્સ કે સુપરકિડ્સ અને ડાન્સ ઈન્ડિયા ડાન્સ 4માં કામ કર્યું છે.
2014 માં, Jay Bhanushali એ સુરવીન ચાવલા સાથે રોમેન્ટિક થ્રિલર ‘હેટ સ્ટોરી 2’ થી મોટા પડદે ડેબ્યૂ કર્યું, ત્યારબાદ તેણે ડિરેક્ટર આનંદ કુમારની ફિલ્મ ‘દેશી કટ્ટે’ માં ખાસ ભૂમિકા ભજવી. જય ભાનુશાળીએ ફિલ્મ ‘એક પહેલી લીલા’માં સની લિયોન અને રજનીશ દુગ્ગલ સાથે કરણની ભૂમિકામાં કામ કર્યું હતું.