google-site-verification: googlec8654436f05b508b.html

Kajol એ ગાર્ડને માર્યો ધક્કો, વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું- જયા બચ્ચન બની..

Kajol એ ગાર્ડને માર્યો ધક્કો, વીડિયો જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું- જયા બચ્ચન બની..

Kajol : કાજોલ બોલીવુડની એવી અભિનેત્રી તરીકે જાણીતી છે જે અમુક સમયે બહુ જ સ્પષ્ટ અને અનફિલ્ટર વાતો કરે છે. તેના અવાજની આ બિન્દાસ શૈલી કેટલીક વખત ચાહકોને પસંદ આવે છે.

તો ક્યારેક તેની કેટલીક હરકતોને લઈ તે ટીકા પણ સહન કરે છે. તાજેતરમાં તેના એક વીડિયોએ સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે, જેમાં તેની સરખામણી લોકો જયા બચ્ચન સાથે કરવા લાગ્યા છે.

હાલમાં કાજોલ તેના પુત્ર યુગ સાથે ડોક્ટર પાસે ગઈ હતી. તે ડોક્ટર પાસેથી બહાર આવી રહી હતી ત્યારે એક સુરક્ષાગાર્ડ તેની સામે આવ્યો, અને Kajol એ તેની સામે ગુસ્સે થઈને ધક્કો મારી દીધો.

Kajol
Kajol

આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. Kajol ની આ હરકતથી ઘણી નિંદા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર લોકો અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે.

કાજોલના વલણને જોઈને યુઝર્સના નારાજ પ્રતિસાદ

એક યુઝરે વીડિયોમાં કોમેન્ટ કરી કે, “કાજોલ દિવસેને દિવસે જયા બચ્ચન જેવી કેમ બની રહી છે?” જ્યારે બીજા એકે લખ્યું, “કાજોલને શું પ્રોબ્લેમ છે? શું તમે તમારી પોતાની સુરક્ષા સાથે સમાધાન કર્યું છે?” કેટલાક લોકોને કાજોલનો આ કૃત્ય અહંકારભર્યું લાગ્યું, અને એક યુઝરે કહ્યું, “તેણે પોતાના ગાર્ડને ધક્કો માર્યો, કેટલું અહંકારી વર્તન છે!”

 

 

 

View this post on Instagram

 

A post shared by Snehkumar Zala (@snehzala)

કાજોલના ચાહકોએ કર્યો બચાવ

અન્ય કેટલાક ચાહકો કાજોલના બચાવમાં આવ્યા અને કહ્યું કે, તે તેના પુત્ર યુગની ચિંતામાં હતી, જોકે બીમાર હતો અને ડૉક્ટર પાસે ગયા પછી કાજોલ થોડી ચિંતિત જણાઈ રહી હતી. વીડિયોમાં પણ યુગ થાકેલો અને બીમાર દેખાઈ રહ્યો છે, જેને કારણે કાજોલનું વર્તન ક્યારેય કરાબંધ હતુ નહીં.

અજય-કાજોલએ મનાવ્યો યુગનો 14મો જન્મદિવસ

13મી સપ્ટેમ્બર, 2023ના રોજ યુગનો 14મો જન્મદિવસ હતો. તે દિવસે કાજોલ અને અજય દેવગણે ઈન્સ્ટાગ્રામ પર તેના માટે પ્રેમભરી પોસ્ટ્સ શેર કરી હતી. કાજોલ અને અજય 1999માં લગ્ન બંધનમાં બંધાયા હતા, અને તેમના બે બાળકો છે – પુત્રી નીસા (જન્મ 2003) અને પુત્ર યુગ (જન્મ 2010).

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *