શિવભક્તિમાં લીન થઇ કંગના રનૌત, શ્રાવણમાં પોતાના ઘરે વિધિ-વિધાનથી કર્યો રૂદ્રાભિષેક, બોલી- લાગ્યુ મહાદેવ સ્વંય કૈલાશથી મારા ઘરે આવ્યા હોય
‘હર હર મહાદેવ…’ શ્રાવણના પાવન મહિનામાં કંગના રનૌતે કર્યો રૂદ્રાભિષેક, વીડિયો આવ્યો સામે
Kangana Ranaut Performs Rudra Abhishek : શ્રાવણના પવિત્ર મહિનામાં જ્યાં દરેક વ્યક્તિ ભગવાન શિવની ભક્તિમાં મગ્ન થઇ જાય છે, ત્યાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પણ ભગવાન શિવની ભક્તિમાં તલ્લીન જોવા મળી. અભિનેત્રી પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગનો રુદ્રાભિષેક કરતી જોવા મળી હતી. દેવભૂમિ હિમાચલની રહેવાસી કંગના રનૌત પોતાની સંસ્કૃતિ અને રિવાજો સાથે જોડાયેલી છે.
કંગનાએ કર્યો શિવલિંગનો રુદ્રાભિષેક
અભિનેત્રી દરેક તહેવારને ધાર્મિક વિધિઓ સાથે ઉજવે છે. અભિનેત્રી આ દિવસોમાં પોતાના વતનમાં છે. ત્યારે તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું, ‘સાવન મહિનામાં ઘરે રુદ્ર અભિષેક કર્યો.. એટલો આનંદ થયો કે લાગ્યુ મહાદેવ પોતે કૈલાશથી સ્વંય મારા ઘરે આવ્યા છે… હર હર મહાદેવ.’ શેર કરેલા વીડિયોમાં અભિનેત્રીના પિતા પણ જોવા મળે છે. સફેદ સૂટમાં કંગના ખૂબ જ સિમ્પલ અને સુંદર લાગી રહી છે.
ચાહકોએ બોલીવુડ ક્વીનને આપ્યુ સનાતની ક્વીનનું બિરુદ
વીડિયોમાં ફૂલોથી શણગારેલું શિવલિંગ પણ જોઈ શકાય છે. ભક્તિમાં લીન અભિનેત્રી, ખૂબ જ ભક્તિ સાથે શિવનો અભિષેક કરી રહી છે. કંગના રનૌતને આ રીતે પૂજામાં મગ્ન જોઈને તેના ચાહકો ખુશ છે અને બોલીવુડ ક્વીનને સનાતની ક્વીનનું બિરુદ આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, તમારા આ વીડિયોથી તમે લાખો લોકોને મહાદેવના આશીર્વાદ લેવાનો મોકો આપી રહ્યા છો.’
View this post on Instagram
ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે
જણાવી દઈએ કે કંગના તેના જીવન સાથે જોડાયેલ દરેક અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.કંગના જલ્દી જ ફોઇ બનવા જઈ રહી છે. તાજેતરમાં જ તેની ભાભીનું બેબી શાવર યોજાયુ હતુ, જેની તસવીરો કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળશે.