google-site-verification: googlec8654436f05b508b.html

37 ની ઉંમરે દુલ્હન બનશે Kangana Ranaut, કહ્યું ‘મારે પણ એક પરિવાર બનાવો…’

37 ની ઉંમરે દુલ્હન બનશે Kangana Ranaut, કહ્યું ‘મારે પણ એક પરિવાર બનાવો…’

Kangana Ranaut : આજે 23 માર્ચે એ બોલિવૂડ અભિનેત્રી Kangana Ranaut નો 37મો જન્મદિવસ છે, પરંતુ તેના જન્મદિવસ કરતા કંગનાના લગ્નની ચર્ચા વધુ થઈ રહી છે. અમે એવું નથી કહી રહ્યા કે કંગના જલ્દી લગ્ન કરવા જઈ રહી છે, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેની ચર્ચા જોર શોરથી થઈ રહી છે.

કંગના રનૌતની આ વાત કોઈનાથી છુપી રહી નથી. લોકોની મોસ્ટ ફેવરિટ કંગના રનૌતનું દુલ્હન બનવાનું સપનું પૂરું થવા જઈ રહ્યું છે. અને ચાહકો ઘણા વર્ષોથી કંગનાને દુલ્હન બનેલી જોવા માંગે છે. પરંતુ ઘણા અફેર અને ડેટિંગ પછી પણ કંગના રનૌતને તેના સપનાનો રાજકુમાર હજી સુધી મળ્યો નથી.

પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેના જીવનમાં એક મિસ્ટ્રી મેન આવી ગયો છે જેને તે ઘણા વર્ષોથી શોધી રહી હતી. હવે કંગના રનૌતએ તેના જીવનની અંતિમ યોજનાઓ બનાવી લીધી છે. છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડના ઘણા કલાકારોએ લગ્ન કર્યા છે. રકુલપ્રીત સિંહે થોડા સમય પહેલા જ જેકી ભગનાની સાથે લગ્ન કર્યા હતા.

Kangana Ranaut
Kangana Ranaut

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ પણ થોડા દિવસ પહેલા લગ્નઃ કર્યા. અને હવે કંગના રનૌતનો વારો આવી ગયો છે , હાલમાં જ સોશિયલ મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી છે કે કંગના રનૌત પણ પોતાની નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છે. લાંબા સમયથી કંગના રનૌતના લગ્નની રાહ જોઈ રહેલા ફેન્સ હવે આ સમાચાર સાંભળીને ખુબ જ ખુશ છે.

Kangana Ranaut એ વેડિંગ ડ્રેસનો ઓર્ડર આપ્યો

રિપોર્ટ્સ અનુસાર કંગનાએ વેડિંગ ડ્રેસ પણ ઓર્ડર કરી નાખ્યો છે. કંગનાએ જે ડિઝાઈનર પાસે ચણીયા ચોળી બનાવા નાખી છે એ બોલિવૂડમાં ખૂબ જ પ્રખ્યાત ડિઝાઈનર માનવામાં આવે છે. કંગના રનૌતે હજુ સુધી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા આપી નથી. આવી સ્થિતિમાં, ચાહકોએ કંગના રનૌતના જવાબની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Kangana Ranaut એ લગ્ન વિશે કર્યો ખુલાસો

કંગના રનૌત દરેક વિષય પર ખુલીને વાત કરે છે અને સત્યવાદી રહે છે. કંગનાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના લગ્ન વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે તે હંમેશા પોતાનો પરિવાર ઈચ્છે છે. સારા છોકરા સાથે લગ્ન કરવાનું દરેક છોકરીનું સપનું હોય છે.

કંગના રનૌતે લગ્નઃ ના આ સમાચાર ખુબ જ ખાનગી રાખ્યા છે. અને કંગના કોની સાથે લગ્ન કરવા જઈ રહી છે તે પણ હજુ સુધી જાણી શકાયું નથી અને લગ્નના આ સમાચાર પર કંગના રનૌત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Kangana Ranaut
Kangana Ranaut

કંગના રનૌત એ એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે- મારું પણ સપનું છે કે હું પણ ઘર અને પરિવાર બનાવું. લગ્ન આપણા જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. અને આગળના 5 વર્ષમાં હું લગ્નઃ કરી લઈશ. કંગના રનૌત એ કહ્યું- એરેન્જ્ડ મેરેજ હોય ​​કે લવ મેરેજ હોય ​​તેનાથી મને કોઈ ફરક નથી પડતો. પરંતુ લગ્ન એક અતૂટ સંબંધ છે. તેને પરિપૂર્ણ કરવાની જવાબદારી છોકરો અને છોકરી બંનેની છે.

કંગના રનૌત જન્મદિવસ પર બગલામુખી ધામ પહોંચી

બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતે તેના જન્મદિવસ પર બગલામુખી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. મંદિરના મુખ્ય પૂજારી દિનેશ રતન ભારદ્વાજે ધાર્મિક પૂજા કરાવી અને કંગના રનૌતે બગલામુખી મંદિરમાં હવન પણ કર્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે મંડી લોકસભા ચૂંટણીનો પણ સવાલ ઉઠાવ્યો હતો.

કંગના રનૌતનું કરિયર

કંગના રનૌત મનાલીથી લઈને મુંબઈ સુધીના આલીશાન બંગલાની માલિક છે, તે વાસ્તવિક જીવનમાં જાણે છે કે કેવી રીતે જીવનને ‘રાણી’ની જેમ જીવવું. તેની પાસે હિમાચલ પ્રદેશના મનાલીમાં 30 કરોડ રૂપિયાનો મોટો બંગલો પણ છે અને મુંબઈમાં લગભગ 20 કરોડ રૂપિયાનો 5 BHK એપાર્ટમેન્ટ છે.

વધુ વાંચો:

 

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *