Kareena Kapoor અને સૈફ ના થશે છૂટાછેડા? 13 વર્ષ બાદ ટુટશે લગ્ન
Kareena Kapoor : બોલિવૂડના પાવર કપલ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન વિશે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત જ્યોતિષી સુશીલ કુમાર સિંહે દાવો કર્યો છે કે બંનેના લગ્ન વધુ સમય ટકશે નહીં અને આગામી 1.5 વર્ષમાં તેમના છૂટાછેડા થઈ શકે છે.
ભવિષ્યવાણી શું કહે છે?
સિદ્ધાર્થ કન્નનના શોમાં, જ્યોતિષીએ ખુલાસો કર્યો કે તેણે 2010 માં જ આગાહી કરી હતી કે સૈફ અને કરીના કપૂર ના લગ્ન લાંબા સમય સુધી ટકશે નહીં. તે કહે છે, “આ કુંડળી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સંબંધમાં મુશ્કેલીઓ આવશે. તેને છુપાવવા માટે ગમે તેટલા પ્રયાસ કરવામાં આવે, સૈફ અને કરીના ચોક્કસ છૂટાછેડા લેશે.”
સૈફ પર છરી હુમલા સંબંધિત નવા દાવાઓ
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તાજેતરમાં સૈફ અલી ખાન પર થયેલા છરી હુમલાએ બધાને ચોંકાવી દીધા હતા. જોકે, જ્યોતિષી દાવો કરે છે કે આ હુમલો માત્ર એક ઢોંગ હતો અને સૈફના જીવને કોઈ ખતરો નહોતો. તેમણે એમ પણ કહ્યું કે આ ઘટના કોઈ પારિવારિક વિવાદ સાથે સંબંધિત હોઈ શકે છે.
દરમિયાન, ચાહકોએ એ પણ જોયું કે કરીના તાજેતરમાં સૈફ સાથે કોઈપણ જાહેર કાર્યક્રમમાં જોવા મળી નથી, જેનાથી અફવાઓને વધુ વેગ મળ્યો.
સૈફ અને કરીનાની લગ્ન યાત્રા
સૈફ અલી ખાનના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા, પરંતુ આ સંબંધ 2004 માં સમાપ્ત થઈ ગયો. આ પછી તેણે 2012 માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા. બંનેને બે પુત્રો છે – તૈમૂર અને જેહ.
હવે જ્યોતિષના આ દાવા બાદ બોલિવૂડ ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. શું સૈફ અને કરીના ખરેખર અલગ થવાના છે, કે પછી તે માત્ર એક અફવા છે? સમય જ કહેશે!
વધુ વાંચો: