Kareena Kapoor એ પૈસા માટે છોડયો પ્રેમ, 11 વર્ષ મોટા સૈફ સાથે લગન..
Kareena Kapoor : મુંબઈમાં દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપી. ઘણા સ્ટાર્સના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.
આ દરમિયાન, શાહિદ કપૂર અને Kareena Kapoor નો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો છે, જેને જોઈને લોકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વિડીયો જોઈને ઘણા યુઝર્સ એવું માની રહ્યા છે કે કરીના કપૂરે અવોર્ડ શોમાં શાહિદ કપૂરને ઇગ્નોર કર્યો છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રેડ કાર્પેટ પર શાહિદ કપૂર ફિલ્મમેકર્સ રાજ અને ડીકે સાથે ઉભા છે અને પેપારાઝી માટે પોઝ આપીને ફોટા પડાવી રહ્યા છે.
ત્યારે જ કરીના કપૂર પણ રેડ કાર્પેટ પર એન્ટ્રી લે છે અને થોડી સેકન્ડ્સ માટે શાહિદના નજીક ઊભી રહે છે, પરંતુ તે તેના સાથે વાતચીત કરતી નથી. તેની બદલે, તે બાજુમાં ઉભેલા ફિલ્મમેકરને ગ્રીટ કરીને આગળ વધી જાય છે.
બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કરીના કપૂર ખાન હાલમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સારા રીતે સંતુલન કરી રહી છે. પરિવારની જવાબદારીઓ સંભાળતાં સાથે સાથે તે પોતાના પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહી છે.
હવે, કરીના કપૂરના લોકપ્રિય ટોક શો ‘વોટ વુમન વોન્ટ’ની નવી સીઝન વિશે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરીનાએ પોતે જ કરી છે, અને સાથે જ એમ પણ જણાવ્યું છે કે, “સ્ત્રીને શું જોઈએ છે” એ વાત જાણવી કેટલી મહત્વની છે.
કરીનાએ સીઝન 5ની કરી જાહેરાત
કરીના કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે ‘વોટ વુમન વોન્ટ’ના નવા સીઝનના પ્રથમ દિવસના શૂટિંગનો વીડિયો બતાવ્યો છે. તે સીઝન 5 માટેના શૂટિંગનો પહેલો દિવસ છે અને તે આ નવી સીઝન માટે ખૂબ જ ઉત્સાહિત છે.
કરીનાએ તે સેટ પર હાજર મહિલાઓ પાસેથી પણ જાણવું શરૂ કર્યું છે કે, “એક મહિલાને શું જોઈએ છે?” કેટલાકે જવાબ આપ્યો કે મહિલાઓને સુરક્ષાની જરૂર છે, જ્યારે કેટલાકે જણાવ્યું કે દરેક મહિલા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે.
શોમાં જોવા મળ્યા મોટા મહેમાન
કરીના કપૂરનો ટોક શો ‘વોટ વુમન વોન્ટ’ બોલિવૂડ અને મનોરંજન જગતમાં એક નવો અને રસપ્રદ શો છે. આ શોમાં, કરીના કપૂર તેના વિશિષ્ટ મહેમાનો સાથે મહિલાઓને પ્રભાવિત કરતાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે.
દર્શકો દ્વારા આ શોને ખૂબ જ પસંદગી મળી છે. આ શોમાં નેહા ધૂપિયા, સારા અલી ખાન અને અન્ય દિગ્ગજ એક્ટ્રેસેઓ તેમની જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલાસા કર્યા છે.
કરીનાની ‘પ્રેગ્નન્સી બાઈબલ’ પર વિવાદ
હાલમાં, કરીના કપૂર તેના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઈબલ’ને કારણે વિવાદમાં છે. 2021માં, કરીનાએ પોતાનું આ પુસ્તક લોન્ચ કર્યું હતું, જે પ્રેગ્નન્સી દરમિયાનના તેના વ્યક્તિગત અનુભવો પર આધારિત છે.
આ પુસ્તકના શીર્ષકમાં ‘બાઈબલ’ શબ્દના ઉપયોગને કારણે, ક્રિસ્ટોફર એન્થોનીએ દલીલ કરી હતી કે તે ખ્રિસ્તી ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે અને તે માટે જબલપુર હાઈકોર્ટમાં એફઆઈઆર નોંધાવવા અરજી કરી હતી.
કરીનાનો વકીલનો જવાબ
કરીના કપૂરના વકીલ દ્વારા હવે આ મામલે કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે. કરીનાએ પોતે સ્પષ્ટ કર્યું છે કે ‘પ્રેગ્નન્સી બાઈબલ’નું શીર્ષક કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નથી.
વકીલે એ પણ જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત ‘બાઈબલ’ શબ્દનો ઉપયોગ કર્યો છે. આ પુસ્તકના શીર્ષકથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ ન હતો.
વધુ વાંચો: