Kartik Aaryan એ અમદાવાદમાં ગુજરાતી થાળીનો આનંદ માણ્યો, જુઓ શું ખાધું?
Kartik Aaryan : હિન્દી ફિલ્મોમાં પડકારરૂપ ભૂમિકાઓ ભજવવા માટે જાણીતો એક્ટર Kartik Aaryan આ દિવસોમાં અમદાવાદમાં તેની આગામી ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ એક્શન ફિલ્મમાં તે એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, ફિલ્મના પ્રમોશન માટે ગુજરાત આવતા કાર્તિક આર્યન ગુજરાતી ભોજનનો આનંદ લેવાનું ક્યારેય નથી ભૂલતો. ત્યારે આ વખતે પણ કાર્તિક ગુજરાતી થાળી ખાવા પહોંચી ગયો.
Kartik Aaryan એ ગુજરાતી થાળીની મજા માણી
અભિનેતાએ તેની ટીમ સાથે પ્રખ્યાત પકવાન ડાઇનિંગ હોલની મુલાકાત લીધી હતી, જે અમદાવાદમાં અનેક શાખાઓ ધરાવે છે. આ સ્થાન 10 થી વધુ વાનગીઓની સંપૂર્ણ થાળી પીરસવા માટે જાણીતું છે. મીઠાઈઓથી લઈને ખમણ-ઢોકળા સુધીની અનેક વસ્તુઓ કાર્તિકની થાળીમાં પીરસવામાં આવી હતી.
જેમ જેમ વિડિયો આગળ વધે છે, તેમ જોવા મળે છે કે સર્વર મોટી થાળીમાં એક પછી એક વાનગી પીરસતા જાય છે. જ્યાં સુધી તે થાળી પૂરતી ભરાઈ ન જાય, ત્યાં સુધી કાર્તિકની થાળી પીરસતા રહે છે.
કાર્તિક આર્યન પણ આ પ્રક્રિયાને ધ્યાનથી જુએ છે અને અંતે તેને કેટલું બધું પીરસવામાં આવ્યું છે તે જોઈને આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. કાર્તિક આર્યને અમદાવાદમાં પકવાન ડાઇનિંગ હોલના એક આઉટલેટની મુલાકાત લેતા એક વીડિયો શેર કર્યો છે.
ટીમે પ્રસિદ્ધ ગુજરાતી થાળીનો ઓર્ડર આપ્યો હતો જેમાં ઘણી બધી વાનગીઓ સામેલ હતી. કાર્તિકે આ વીડિયો 11 જૂન, 2024ના રોજ પોસ્ટ કર્યો હતો અને તેને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
View this post on Instagram
કાર્તિકને તેની થાળીમાં એટલું બધું ભોજન પીરસવામાં આવ્યું કે તે જોઈને તેનું માથું ભમવા લાગ્યું અને અંતે તેણે પીરસનારને કહ્યું, “બસ ભાઈ.”
કાર્તિકની થાળીમાં શું પીરસાયું?
પકવાન ડાઇનિંગ હોલમાં કાર્તિક આર્યનની ટીમ દ્વારા ઓર્ડર કરેલી મોટી થાળીમાં ભાત, પુરણપોળી, ચટણી, ફરસાણ, મીઠાઈ, અથાણું, કઢી, દાળ, હલવો, રોટલી, પુરી, ચાર અલગ-અલગ પ્રકારની શાકભાજી અને વેલકમ ડ્રિંક સામેલ છે.
તસવીરો ક્લિક કર્યા બાદ કાર્તિક આર્યને પોસ્ટ મૂકી કેપ્શનમાં લખ્યું છે, “ગુજરાતમાં ચેમ્પિયનની થાળી.” એક યુઝરે મજાકમાં કમેન્ટમાં પૂછ્યું કે શું એક્ટરે કંઈ ખાધું છે કે માત્ર વીડિયો શૂટ કર્યો છે.