32 વર્ષની Keerthy Suresh એ ગોવામાં કર્યા લગ્ન, કરોડપતિને બનાવ્યો વર
Keerthy Suresh : સાઉથ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી કીર્તિ સુરેશનું નામ હંમેશા ટોચની અભિનેત્રીઓમાં સામેલ થાય છે. તાજેતરમાં, કીર્તિ સુરેશ તેના પ્રી-વેડિંગ ફંક્શન માટે ચર્ચામાં હતી. હવે તેના જીવનમાં એક નવી શરૂઆત કરીને તેણે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ એન્થોની થટીલ સાથે લગ્ન કર્યા છે.
કીર્તિ સુરેશે તેના લગ્નની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં તે દુલ્હનના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાલો એક નજર કરીએ કીર્તિ સુરેશ અને એન્થોની થટિલના લગ્નની આ ખાસ તસવીરો.
Keerthy Suresh એ કર્યા લગ્ન
કીર્તિ સુરેશ કન્યા બની
થોડા દિવસો પહેલા કીર્તિ સુરેશ એ સોશિયલ મીડિયા પર તેના પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક શેર કરી હતી, જેનાથી ખ્યાલ આવ્યો હતો કે તેના લગ્ન ટૂંક સમયમાં થવાના છે. ગુરુવારે, 12 ડિસેમ્બરે કીર્તિએ એન્થોની થટિલ સાથે સાત ફેરા લીધા અને તેને પોતાનો જીવનસાથી બનાવ્યો.