ખજુરભાઇની થવાવાળી પત્ની મીનાક્ષી દવેએ શેર કરી તેમની સગાઇ ની અનદેખી સુંદર તસ્વીરો

ખજુરભાઇની થવાવાળી પત્ની મીનાક્ષી દવેએ શેર કરી તેમની સગાઇ ની અનદેખી સુંદર તસ્વીરો

નિતીન જાની નું નામ આજે ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ જાણીતું બની ગયું છે. નીતિન જાની જેને “ખજુરભાઈ” તરીકે પણ ઓળખવામાં આવે છે અને “ગુજરાત નાં સોનુ સુદ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

તેઓ પોતાના સેવા કાર્યોને લીધે હંમેશા ચર્ચામાં છવાયેલા રહેતા હોય છે. વળી હાલમાં તેઓ પોતાના અંગત જીવનને લઈને પણ ચર્ચા નો વિષય બનેલા છે. નીતિન જાની એ થોડા સમય પહેલા જ મીનાક્ષી દવે સાથે સગાઈ કરી લીધી હતી, જેની જાહેરાત તેમણે સોશિયલ મીડિયા ઉપર કરેલી હતી.

મીનાક્ષી દવે એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની અને નીતિની જાની ની ત્રણ તસ્વીરો પોસ્ટ કરેલી છે. એક તસ્વીરમાં મીનાક્ષી દવે એ પીળા રંગના ચણિયાચોળી ની સાથે પીળી બાંધણી સ્ટાઇલ નો દુપટ્ટો પહેરી રાખેલ છે. જ્યારે નીતિને જાણીએ ક્રીમ કલરની શેરવાની પહેરેલી છે. અન્ય એક તસ્વીરમાં નીતિન જાની મીનાક્ષી દવેના કાનમાં કંઈક કહેતા જોવા મળી આવ્યા છે. જ્યારે ત્રીજી તસ્વીરમાં બંને એકબીજા સામે જોઈને હસતા નજર આવી રહ્યા છે.

આ ફોટોને અત્યાર સુધીમાં ૩૫ હજાર થી વધારે લાઇક્સ અને અઢળક કોમેન્ટ મળી ચુકેલ છે. તેમના આ ફોટોને લોકોએ ખુબ જ પસંદ કરેલ છે. આ પહેલા પણ મીનાક્ષી દવે એ પોતાના અને નીતિન જાનીના અમુક ફોટો પોસ્ટ કરેલા હતા. તે તસ્વીરોમાં મીનાક્ષી દવે પર્પલ ટ્રેડિશનલ સુટમાં સુંદર દેખાઈ રહેલ છે, જ્યારે નીતિન જાની શેરવાનીમાં કોઈ રાજકુમાર જેવા દેખાઈ રહેલ છે.

મહત્વપુર્ણ છે કે નિતીન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી, પરંતુ તેમના એરેન્જ મેરેજ છે. એક ઇન્ટરવ્યુમાં મીનાક્ષી દવે ખુલાસો કર્યો હતો કે તેમના બંનેના પરિવાર એક મંદિરમાં દર્શન કરવા દરમિયાન મળ્યા હતા, જ્યાં નીતિન જાની ની માતાએ તેમને પસંદ કરેલ અને લગ્ન માટેનો પ્રસ્તાવ મુક્યો હતો.

મીનાક્ષી દવે પણ ખજુર ભાઈના પ્રસંશક છે અને અન્ય પ્રશંસકોની જેમ તેઓ પણ નીતિન જાની નાં વિડીયો જુએ છે. મીનાક્ષી દવે એ નીતિન જાણીને પહેલી વખત ત્યારે જોયા હતા, જ્યારે તેઓ તેમના ગામમાં કોઈના માટે ઘર બનાવવા માટે આવેલા હતા અને તે સમયે મીનાક્ષી દવે એ એક સામાન્ય પ્રસંશકની જેમ તેમની સાથે સેલ્ફી લીધી હતી. તે સમયે મીનાક્ષી દવેને ખબર ન હતી કે એક દિવસ નીતિન જાની સાથે તેમની સગાઈ થઈ જશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *