કોકીલકંઠી Kinjal Dave માણી રહી છે ઓસ્ટ્રેલિયામાં મોજ, જુઓ તસવીરો
Kinjal Dave : આજે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ કિંજલ દવેની આગવી ઓળખ છે. “ચાર ચાર બંગળી વાળા” ગીતથી ગુજરાતીઓના દિલમાં સ્થાન બનાવનાર કિંજલ દવે સોશિયલ મીડિયામાં ખૂબ જ સક્રિય છે અને હંમેશા તેની નવી નવી તસવીરો શેર કરતી રહે છે.
કિંજલના ગીતો તો સૌના ધ્યાનમાં હોય છે જ, પરંતુ તેના ચાહકો તેના સોશિયલ મીડિયા પર પણ નજર રાખીને બેઠા હોય છે. તેની કોઈ નવી તસવીર કે વિડિયો પબ્લિશ થતાની સાથે જ તે તરત જ વાયરલ થઈ જાય છે. હાલ પણ આવી જ કેટલીક નવી તસવીરો સામે આવી છે.
કિંજલ દવે હાલ ઓસ્ટ્રેલિયા ટૂર પર છે, જ્યાં વિદેશમાં રહેતા ગુજરાતી અને ભારતીયો માટે ગરબા સંગીતની મોજ માણાવી રહી છે. તાજેતરમાં જ, તેણે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે મેલબોર્નમાં પોતાના ભાઈ સાથે આનંદ માણતી જોવા મળે છે. આ દરમિયાન, કિંજલ વેસ્ટર્ન લુકમાં ખૂબ ગોર્જિયસ લાગી રહી છે.
Kinjal Dave પહોંચી ઓસ્ટ્રેલિયા
ગુજરાતમાં નવરાત્રીના પ્રારંભને ગણતરીના દિવસો બાકી છે, અને આ વર્ષે નવરાત્રીમાં પણ ધૂમધામ જોવા મળશે. ઓસ્ટ્રેલિયામાં પણ નવરાત્રીનો માહોલ જામી ગયો છે, અને અનેક ગુજરાતી ગાયકો ત્યાંના પ્રોગ્રામોમાં ધૂમ મચાવી રહ્યા છે.
આમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા, કિંજલ દવેનો પણ સમાવેશ થાય છે. કિંજલની ગાયકીના ચાહકો ફક્ત ગુજરાતમાં જ નહીં, પણ વિશ્વભરમાં વ્યાપી છે, અને જ્યાં ક્યાં પણ કિંજલનો કાર્યક્રમ હોય, ત્યાં ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી કિંજલ લાઇવ પ્રોગ્રામ્સ માટે વિદેશ પ્રવાસે છે. ગત રાતે સિડનીમાં તેની લાઈવ પર્ફોર્મન્સ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
સિંગર કિંજલ દવેને નવરાત્રી પહેલાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લાઇવ કોન્સર્ટ કર્યો, જેમાં તેના ગરબાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા. કિંજલ દવે ઘણા સમયથી લાઇવ પ્રોગ્રામ્સ માટે વિદેશ પ્રવાસે છે, અને ગત રાતે સિડનીમાં તેનો લાઇવ કોન્સર્ટ યોજાયો.
આ કાર્યક્રમને સાંભળવા અને તેનું માણવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિદેશમાં પણ કિંજલ દવેની ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે, અને તેને સાંભળવા તેમજ તેની સાથે ગરબાના તાલે ઝૂમવા માટે ચાહકો ઉમટી પડે છે.
આ કોન્સર્ટ દરમિયાન, કિંજલ દવેએ વિવિધ ગરબા અને ગીતો ગાયા, જેમાં “કેસરીયો રંગ” જેવા લોકપ્રિય ગીત પર લોકો મન મૂકીને ગરબે રમતા નજરે પડે છે. કિંજલ દવેએ આ વિડિયો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો અને સન્માન અને સપોર્ટ બદલ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
વધુ વાંચો: