સગાઈ તૂટ્યાં બાદ પહેલીવાર કિંજલ દવે માથું ટેકવા પાવાગઢ મહાકાળી મંદિરના દ્વારે પહોંચી, કર્યું ત્યાં આ ખાસ કામ, જુઓ વીડિયો
થોડા દિવસ પહેલા જ ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી ગઈ હતી ત્યારે કિંજલ આ દુઃખમાંથી બહાર આવી ચુકી હોય તે પ્રમાણેનું તેની પહેલી પોસ્ટ પરથી લાગતું હતું. જોકે ગુરુવારે કિંજલ પોતાના કામ અર્થે પાવાગઢના મહાકાળી માતાજીના દરબારે માથું ટેકવા પહોંચી હતી.
તે સમયે કિંજલ ખુશખુશાલ મુદ્રામાં લાગતી હતી. મહત્વની વાત એ છે કે, કિંજલ દવે અને પવન જોશીની સગાઈ સાટા લગ્નના રિવાજ હેઠળ થઈ હતી. જોકે સગાઈ તૂટવાનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી પરંતુ ચર્ચાઓનું માનીએ તો પવનની બહેન સાથેના કિંજલના ભાઈના સગાઈના સંબંધ તૂટતા હવે કિંજલની પણ સગાઈ તૂટી છે.
કિંજલ દવેએ આજે પાવગઢ ખાતે મહાકાળી માતાજીના સામે શીશ ઝુકાવ્યું હતું. તેણે આ અંગે કહ્યું કે તે ગુજરાત ટુરિઝમ સાથે મળીને એક ડોક્યુમેન્ટ્રીના શૂટિંગ માટે પાવાગઢ આવી હતી અને તેના કારણે તે માતાજીના મંદિરે દર્શન માટે આવી શકી તે તેનું સૌભાગ્ય છે. તેણે કહ્યું કે, મારા માટે અહીં દર્શન કરવાની તક મળવી એ અહોભાગ્ય છે. માતાજીના આશિર્વાદ મળ્યા અને ધન્યતા અનુભવી છે.
સાટા લગ્નનો અર્થ સામ-સામે લગ્ન મતલબ કે કિંજલની જે પવન સાથે સગાઈ થઈ હતી તે પવન જોશીની જ બહેનના લગ્ન કિંજલના ભાઈ આકાશ સાથે કરવાના. આમ બંને પક્ષે બહેનો વળાવાય છે.
જોકે આ સગાઈના દૌર વચ્ચે કિંજલની થવા જનારી નણંદ કે જે હવે નહીં થાય તેણે અન્ય કોઈ વ્યક્તિ સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને જેના કારણે કિંજલના ભાઈ આકાશના સંબંધો પુરા થતા હતા. જેથી હવે કિંજલના પણ સંબંધોનો અંત આણવાનો થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ સાટા લગ્નની પ્રથાને કારણે માત્ર કિંજલ જ નહીં પરંતુ ઘણા પરિવારોમાં મુશ્કેલીઓ પણ આવી છે તો ઘણા પરિવારોમાં સંબંધો પણ તૂટ્યા છે તે એક કડવું સત્ય છે. કિંજલે આ સગાઈ તૂટ્યા પછી સોશ્યલ મીડિયા પરથી પવન સાથેના તમામ ફોટોઝ દૂર કરી દીધા હતા.
હાલમાં જ તેણે સગાઈ તૂટ્યાા પછી પહેલી પોસ્ટ સોશ્યલ મીડિયા પર કરી છે જેમાં તેણે લખ્યું છે કે, જીંદગી તમને જ્યાં પણ રોપે, ખીલો આકર્ષક રીતે, સુભ સવાર. જેના પર ઘણા યુઝર્સના રિએક્શન્સ પણ આવ્યા હતા. જેમાં એક યુઝરે લખ્યું કે જીંદગી છે, ચાલે છે, થાય છે, સક્ષમ બનો. એક યુઝરે લખ્યું કે દરેક સફળ વ્યક્તિની દુખદ કહાની હોય છે, દરેક દુખદ કહાનીના અંતે સફળતા છે. દુખને સ્વિકાર કરી લો અને સફળતા માટે તૈયાર થઈ જાઓ.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.