Kirtidan Gadhvi એ પ્રેમાનંદજી મહારાજને સંભળાવ્યું ભજન, ગાયુ- ‘જપ લે હરી કા નામ…’
Kirtidan Gadhvi : ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર અને ડાયરા કલાકાર Kirtidan Gadhvi હાલમાં જ વૃંદાવનના પ્રસિદ્ધ પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા પહોંચ્યા હતા
અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે, કીર્તિદાન ગઢવી એ પ્રેમાનંદજી મહારાજને ભજન પણ સંભળાવ્યું, જેનો વીડિયો તેમણે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
આ વિડિયો લાખો લોકોએ જોઈ લીધો છે. વીડિયોમાં કીર્તિદાન ગઢવી પ્રેમાનંદજી મહારાજના ચરણોમાં બેસીને “જપ લે હરી કા નામ મનવા…” ભજન ગાતા જોવા મળી રહ્યા છે.
કીર્તિદાન જ્યારે ભજન ગાઇ રહ્યા હતા, ત્યારે પ્રેમાનંદજી મહારાજ તેમાં મગ્ન થઈ ગયા હતા. “જપ લે હરી કા નામ મનવા… નામ તેરો તન હૈ પ્યારે…” આ ગીત કીર્તિદાન ગઢવી ના સુમધુર કંઠે સાંભળીને પ્રેમાનંદજી મહારાજ પણ પ્રસન્ન થયા હતા.
Kirtidan Gadhvi નું ભજન
જણાવી દઈએ કે, કીર્તિદાન ગઢવી, મથુરાના વૃંદાવન ધામમાં આવેલા શ્રી હિત રાધા કેલી કુંજ, જે વરાહ ઘાટ પાસે આવેલું છે, ત્યાં પ્રેમાનંદજી મહારાજને મળવા ગયા હતા.
મૂળ કાનપુરના રહેવાસી પ્રેમાનંદ મહારાજનું સાચું નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે અને તેમણે રાધારાણી અને ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે.