જાણો સમુદ્રની વચ્ચે બિરાજતા દાંડીવાળા હનુમાનજીનો ઈતિહાસ, દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરી..!

જાણો સમુદ્રની વચ્ચે બિરાજતા દાંડીવાળા હનુમાનજીનો ઈતિહાસ, દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરી..!

ભારતના પશ્ચિમ ભાગમાં અરબ સાગરના કિનારે બેટ દ્વારકા પાસેથી કુલ 5 કીલી મીટર જેટલું દુર હનુમાનજીનું ખુબ જ જાણીતું હનુમાન દાંડી મંદિર આવેલું છે. આ એક અનોખું મંદિર છે જે વિશ્વનું એક માત્ર એવું મંદિર છે જ્યાં હનુમાનજીની સાથે તેના પુત્ર મકરધ્વજની પણ પુજા કરવામાં આવે છે.

આજે હનુમાન દાંડી મંદિરે હનુમાન જંયતિની ધાર્મિક ઉજવણી થવા જઈ રહી છે. જેમાં હનુમાનજીનો પ્રાગટ્યો ઉત્સવ, નૂતન ધ્વજારોહણ, અન્નકૂટ મહોત્સવ, તેમજ અખંડ રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યા છે. બેટ દ્વારકાના ટાપુ ઉપર ભગવાન હનુમાનનું દાંડી મંદિર આવેલું છે.

આ મંદિરમાં હનુમાન જંયતિના દિવસે હજારો લાખો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. આ જગ્યાએ હનુમાનજી પાતાળમાંથી રામચંદ્રજી અને લક્ષ્મણજીને લાવ્યા હતા એવી આ મંદિરની પૌરાણિક માન્યતાઓ છે. આ મંદિરમાં હનુમાનને સોપારીનો પ્રસાદ ધરવામાં આવે છે. તેમજ આ મંદિરમાં હનુમાનની સાથે સાથે તેના પુત્રની પણ પૂજા કરવામાં આવે છે.

પૌરાણીક માન્યતાઓ અનુસાર શ્રી રામ અને લક્ષમણને દેવીની સમક્ષ બલી ચઢાવવા માટે પાતાળમા ગયા હતા. હનુમાનજી તેમને છોડાવવા માટે પાતાળમાં ગયા હતા. ત્યારે અહિરાવણના પહેરદાર હનુમાનનો પુત્ર મકરધ્વજ હતો. આ દરમિયાન બંન્ને પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ થયું હતું.

આ મંદિરમાં હનુમાનની મુર્તી વાનરરૂપ નહીં પણ માનવરૂપ જેવી છે. આ મુર્તીમાં હનુમાનજી પાસે કોઈ જ શસ્ત્ર નથી. દર વર્ષે હનુમાન દાદાની મુર્તી એક ચોખાના દાણા જેટલી જમીનની અંદર જાય છે. અને દર વર્ષે મકરધ્વજની મુર્તી ચોખાના દાણા જેટલી બહાર આવે છે. ત્યારે લોકોનું કહેવુ છે કે, જ્યારે આ મુર્તી સંર્પૂણ જમીનથી બહાર આવી જશે ત્યારે ફરી સતયુગની શરૂઆત થશે.

આ મંદિરમાં હનુમાનના ભક્તો પ્રસાદમાં સોપારી ચડાવે છે. તેની પાછળ પણ એક માન્યતા એવી છે કે, વર્ષો પહેલા અહીંથી પસાર થનારા મોટા ભાગના વહાણોમાં સોપારીની નિકાસ થતી હોવાથી ખારવાઓ દર્શન કરવા આવે ત્યારે સોપારી ચડાવતા હતા. ત્યારથી લોકો હનુમાનજીને સોપારી ચડાવવા લાગ્યા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *