Kriti Sanon એ બોયફ્રેન્ડ સાથે મનાવ્યો બર્થ ડે, આ દિવસે લેશે સાત ફેરા..
Kriti Sanon : બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન તેની એક્ટિંગ અને સ્ટાઈલને કારણે સોશ્યલ મીડિયા પર અવારનવાર લાઈમલાઈટમાં રહે છે. પરંતુ આ વખતે એક્ટ્રેસ તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે.
થોડા સમય પહેલા એવા સમાચારો વાયરલ થયા હતા કે Kriti Sanon યુકે સ્થિત બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે. પરંતુ એક્ટ્રેસે આ અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, તેથી મામલો થાળે પડ્યો હતો.
હવે કૃતિ સેનનની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, જેમાં તે કબીર સાથે વિદેશમાં વેકેશન માણતી જોવા મળી રહી છે.
Kriti Sanon ના વેકેશનના ફોટો થયા વાયરલ
રેડિટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કૃતિ સેનનના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે ગ્રીક ટાપુ માયકોનોસમાં જોવા મળી રહી છે. વાયરલ ફોટામાં, કૃતિ ઓરેન્જ કલરનું ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરીને દેખાઈ રહી છે.
કબીર બહિયાએ પણ શેર કર્યો ફોટો
કબીર બહિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટના સ્ટોરી સેક્શનમાં તે જ જગ્યાનો ફોટો શેર કર્યો છે, જ્યાંથી કૃતિના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ ફોટાઓને જોઈને ફેન્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે કૃતિ કબીર સાથે માયકોનોસમાં હતી. કૃતિ અને કબીરે આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
કોણ છે કબીર બહિયા?
કબીર બહિયા બિઝનેસમેન છે અને તે લંડનમાં રહે છે. તેના પિતા, કુલજિંદર બહિયા, યુકે સ્થિત ટ્રાવેલ એજન્સી ‘સાઉથોલ ટ્રાવેલ કંપની’ના માલિક છે.
કબીરના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નજર નાખીએ તો ભારતીય ક્રિકેટરો સાથેના ઘણા ફોટા જોવા મળે છે, જેમ કે મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા સાથેની ઘણી તસવીરો.
વધુ વાંચો: