Kushal Tandon એ શિવાંગી જોશી સાથેના સંબંધો અંગે તોડ્યું મૌન, કહ્યું- લગ્ન..
Kushal Tandon : લોકપ્રિય અભિનેતા કુશલ ટંડન છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તેનું નામ જાણીતી ટીવી અભિનેત્રી શિવાંગી જોશી સાથે જોડવામાં આવી રહ્યું છે.
આ બંનેએ જ્યારે ‘બરસાતેં-મૌસમ પ્યાર કા’ શોમાં સાથે કામ કર્યું, ત્યારથી ચાહકોની નજર તેમના ઑન-સ્ક્રીન ઉપરાંત ઑફ-સ્ક્રીન કેમિસ્ટ્રી પર પણ રહી છે. તેમના ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ચર્ચામાં છે અને વિદેશમાં તેમની સાથે ક્વોલિટી સમય વિતાવતી તસવીરો પણ વાયરલ થઈ હતી.
હવે, કુશલ ટંડન શિવાંગી જોશી સાથેના સંબંધો પર મૌન તોડતા તેમના પ્રેમનો એકરાર કર્યો છે. છેલ્લા લાંબા સમયથી રહેલી ચાહકોની ઉત્સુકતાને હવે અંત આવ્યો છે.
આપેલા એક ઈન્ટરવ્યુમાં કુશલ ટંડને શિવાંગી જોશી સાથેના તેના સંબંધો અંગે ખુલાસો કર્યો અને પોતાના લગ્નના આયોજન વિશે પણ વાત કરી. થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે તેઓ સગાઈ કરી ચૂક્યા છે અને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.
Kushal Tandon ના જણાવ્યા અનુસાર, તેના માતા-પિતા હાલમાં લખનૌથી મુંબઈ આવ્યા છે અને હવે તે તેમના સાથે રહે છે. તે કહે છે કે આ સમય એવો છે જ્યારે તેને પોતાના પરિવાર માટે સમય આપવો જોઈએ.
Kushal Tandon અને શિવાંગી જોશીના લગ્ન
કારણ કે આ સમયે તેમના માતા-પિતાને તેની સૌથી વધુ જરૂર છે. હવે, તે મુંબઈમાં એક મોટું ઘર ખરીદવાનો વિચારી રહ્યો છે જ્યાં તે તેના માતા-પિતા સાથે રહેશે.
શિવાંગી વિશે વાત કરતાં કુશલે કહ્યું, “હું હજી લગ્ન કર્યો નથી, પરંતુ હા, હું પ્રેમમાં છું અને અમે આ સંબંધને ધીમે ધીમે આગળ લઈ જઈ રહ્યા છીએ.”
તેની માતા પુત્રના લગ્ન માટે ઉત્સુક છે, તે કહે છે, “મારી માતા મને ઝડપથી લગ્ન કરતા જોવા માંગે છે, અને જો તેમના હાથમાં હોત, તો તેઓ આજે જ મારા લગ્ન કરાવી દે.” એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે કુશલના માતા-પિતા શિવાંગીને પસંદ કરે છે, એટલે હવે ચાહકોને તેમના લગ્નના સારા સમાચાર મળવાની આશા છે.